ઈસ્કોન કલબનાં પાછળનાં ભાગે બોરતળાવનાં પાણીમાંથી મૃતદેહ મળ્યો

805

ઈસ્કોનથી સરદાર પટેલ તરફ જવાનાં રસ્તા પાસેનાં બોરતળાવનાં પાણીમાંથી આધેડનો તરતો મૃતદેહ મળી આવતાં ફાયર બ્રિગેડ અને પોલીસ સ્થળ પર દોડી ગયો હતો. મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપેલ છે.
આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર શહેરનાં ઈસ્કોનથી સરદાર પટેલ જવાનાં રસ્તા તરફ બોરતળાવનાં પાણીમાં આધેડનો મૃતદેહ તરતો હોવાથી જાણ ફાયર બ્રીગેડને કરવામાં આવતાં ફાયર બ્રીગેડ અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને પાણીમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપેલ છે. આ મૃતદેહની ઓળખ થવા પામી નથી આ આધેડે આત્મહત્યા છે કે કોઈ દ્વારા મારી નાખી ફેકી દેવાયો છે. તે તરફ પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.

Previous articleરાણપુર:બોર્ડની પરીક્ષાનો પ્રારંભ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવી.
Next articleકૌશલ્યવર્ધક પ્રવૃત્તિના પાઠ ભણતાં ઘનશ્યામનગર પ્રા. શાળા માં બાળકોનો વાનગીમેળો યોજાયેલ.