ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપીઓ ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે સુરત શહેર, પુણા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૧૬૯/૨૦૦૯ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬, વિ. મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી અશોકભાઇ મનુભાઇ કાછડીયા ઉ.વ.૩૭ રહેવાસી- મુળ-માંગવાપાળ ગામ, તા.જી.અમરેલી હાલ-વાવ ગામ, તા.સતલાસણા જી.મહેસાણા વાળાને માંગવાપાળ ગામ ખાતેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. જીતેન્દ્રભાઇ મકવાણા તથા જયેશભાઇ ધાધલ તથા ડ્રાઇવર મહેન્દ્રભાઇ ભુવા વિગેરે જોડાયા હતા.