ભાવનગરમાં ગાયન, નૃત્ય અને મોડેલ માટેના ઓડીશન લેવાયા

1545
bvn3032018-8.jpg

ભાવનગર ખાતે તા.ર૯ માર્ચના રોજ કૃપ મ્યુઝિક અને ગીવ વાચા ફાઉન્ડેશન દ્વારા ગાયન (સુર ગુજરાત કે), નૃત્ય (નચ લે) અને મોડેલની શોધ (ઈ સિતારા મોડેલ) માટેના ઓડિશન સિલ્વર બેલ્સ સ્કુલ ખાતે યોજવામાં આવ્યા. ઓડિશનમાં વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. રાજ્ય કક્ષાની આ સ્પર્ધાઓમાં જીતનાર પાંચ સ્પર્ધકોને કૃપ મ્યુઝિકની આવનારી ફિલ્મ કે આલ્બમમાં લેવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં ગીતકાર-સંગીતકાર, ગાયક ડો.કૃપેશ ઠક્કરના હનુમાન જયંતિ નિમિત્તે બનાવેલ ફ્યુઝન ગીત મંગલ ભવન-રામ ધૂનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ગીતમાં ડો.કૃપેશ ઉપરાંત બાળ કલાકાર વાચા ઠક્કરે પણ કંઠ આપ્યો છે. ર૯ માર્ચે ઓડિશન પાર કરી આગળ વધેલા સ્પર્ધકોને સ્પર્ધાના મેન્ટોર ડો.કૃપેશ દ્વારા ટ્રેનીંગ આપવામાં આવી. આ સ્પર્ધકો ૩૦ માર્ચના સ્પર્ધાના બીજા રાઉન્ડના ઓડિશનમાં ભાગ લેશે. તદુપરાંત સૌપ્રથમ વખત ડીજીટલ ઈન્ડિયાના મિશનને ધ્યાનમાં રાખી કૃપ મ્યુઝિક મોબાઈલ એપ દ્વારા સ્પર્ધાના રજીસ્ટ્રેશન તેમજ દરેક સ્પર્ધાના ઓડિશન પણ લેવામાં આવી રહ્યાં છે. એપ દ્વારા સ્પર્ધકો પ્રથમ રાઉન્ડમાં ભાગ લઈ શકે છે અને બીજા રાઉન્ડમાં વિવિધ શહેરોમાં ઓડિશનમાં પ્રવેશ મેળવી શકે છે. આ ઉપરાંત સ્પર્ધાના આગળના તબક્કે વોટીંગ પણ આ એપ મારફત થશે. સુર ગુજરાત કે સ્પર્ધામાં ગુજરાત ઉપરાંત અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતી ગાયકો પણ ભાગ લઈ રહ્યાં છે.

Previous article ભાવનગર થી સાળંગપુર પદયાત્રા
Next article નાની ખોડીયાર મંદિર ખાતે ગૌશાળાનું ઉદ્દઘાટન કરાયું