મહિલા દિન નિમિત્તે કલાસંઘ દ્વારા ચિત્ર પ્રદર્શન યોજાયું

1811

ભાવનગર કલાસંઘ દ્વારા વુમન્સ ડે નિમિત્તે ૭ અને ૮ માર્ચ વુમન્સ ડે સ્પેશિયલ ભારતભરમાંથી આવેલા મહિલાઓના પેઇન્ટિંગનું એક્ઝિબિશન ભાવનગરમાં ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ઝવેરચંદ ઓડિટોરિયમ ની બાજુમાં સરદાર નગર ખાતે સવારે 10 થી 8 સુધી ખુલ્લું રહેશે. જેમાં 8 તારીખે સાંજે ચાર વાગે ભાવનગરના યુવરાણી સાહેબના હસ્તે સમાપન સમારોહ યોજાશે.

ઈન્ટરનેશનલ વિમેન્સ ડે નિમિત્તે ભાવનગર કલાસંઘ દ્વારા પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરતી કલાસંઘની બહેનો દર્શના વડોદરિયા, નિરુપમા ટાંક, પૂર્વી સોલંકી અને ઝંખના રાઠોડ ભાવનગરની જનતાને પ્રદર્શન જોવા માટે આમંત્રણ પાઠવે છે.

\આ પ્રદર્શન એક ઉમદા વિચાર સાથે આયોજિત થઈ રહ્યું છે કે આ પ્રદર્શનમાં પેઇન્ટિંગ્ઝનું જે કંઈ વેચાણ થાય તેમાંથી 20% રકમ જાણીતા સમાજસેવિકા પ્રજ્ઞાબેન ગાંધી દ્વારા સંચાલિત ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોની સેવાભાવી સંસ્થાને દાન રૂપે આપવામાં આવશે. આ બાળકો રસ્તા ઉપર, વૃક્ષ નીચે બેસીને પ્રજ્ઞાબેન પાસે શિક્ષણ મેળવી રહ્યાંં છે.
આ પ્રદર્શનમાંથી પેઇન્ટિંગ ખરીદીને કોઈ જરૂરિયાતમંદ બાળકના સ્મિતનું કારણ બનો અને આપના ઘર, ઓફિસ કે જગ્યાને સજાવો.
આભાર.

Previous articleસાથ ચેરીટેબલ ટ્રસ્ટ માધ્યમ થી ભારત ના અલગ અલગ રાજ્યો મા ઉજવણી કરવામાં આવી
Next articleરાણપુર C.H.C.અને નાગનેશ P.H.C.ખાતે માનસિક દિવ્યાંગ જનો માટે કેમ્પ યોજાયો.