બોટાદ જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા તબીબી અધિકારી સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ દ્રારા નેશનલ મેન્ટલ હેલ્થ મિશન અન્વયે માનસિક દિવ્યાંગ જનોને માનસિક સારવાર મળી રહે તેમજ તેઓને ડિસબિલીટી સર્ટી મળી રહે તે હેતુથી રાણપુર C.H.C તેમજ નિગનેશ P.H.C ખાતે કેમ્પનું યોજવામાં આવ્યુ હતુ.
આ કેમ્પને ડોક્ટર અલ્પાબેન મહેતા તેમજ દર્શન પરમાર(ક્લીનીકલ સાઈકોલોજિસ્ટ)દ્રારા લોકોને ચકાસી સર્ટિફિકેટ કાઢી આપવામાં આવેલ. તેમજ આ કેમ્પને વધુ સફળ બનાવવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ના માર્ગદર્શન અંતર્ગત રવિન્દ્રભાઈ સોલંકી,પ્રણવ જોશી અને સ્પેશ્યલ ટીચર સ્વાતિબેન પંડ્યા,રાજુભાઈ ધનવાણિયા,જગદીશભાઈ વાળા,પરેશભાઈ રાઠોડ,અરવિંદભાઈ અને નાગનેશ P.H.C.ઓફીસર ડો. પાર્થરાજ રાઠોડ તેમજ તેઓના સ્ટાફે સહયોગ આપી આ કેમ્પ ને સફળ બનાવવામાં આવ્યો હતો..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર