નાની ખોડીયાર મંદિર મુકામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રસંગે તા.ર૯ના રોજ આ મંદિર મુકામે ગૌશાળા ઉદ્દઘાટન સમારોહ પૂ.કણીરામબાપુના અધ્યક્ષસ્થાને અને ચૈતન્ય શંભુ મહારાજના અતિથિ વિશેષ પદે રાખવામાં આવેલ. આ પ્રસંગે ધર્મોચાર્ય સંત વિભુતિઓ મોટીસંખ્યામાં હાજર રહેલ. તા.૧-૪-૧૮ના કથા પૂર્ણાહુતિ રાખવામાં આવેલ. હાલ ભોળાનાથ શાસ્ત્રીજી (વરતેજવાળા) સંગીતમય કથા રસપાન જ્ઞાનયજ્ઞમાં ખૂબ જ મોટીસંખ્યામાં નાગરીકો લાભ લઈ રહ્યાં છે. મહંત ગરીબદાસજી મહંત જયદાસબાપુએ ભાવિકોને પધારવા જાહેર અનુરોધ કરેલ છે. તા.૩૦-૩-૧૮ના રોજ પૂ.ગીરનારીબાપુની મૂર્તિ સ્થાપના રાખવામાં આવેલ છે.