૧ કરોડ ખંડણી,અપહરણના ગુન્હાના માસ્ટર માંઇન્ડ સંજય દવે, ભાવેશ ડાંગર ઝડપાયા

854

ગઇ તા. ૨૯/૦૧/૨૦૨૦ ના રોજ સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે વાઘાવાડી રોડ ઉપર આવેલ તનિષ્ક સોનાના શો રૂમના મેનેજમેન્ટ એજન્ટ મુકેશભાઇ ચત્રુલાલ જોઘવાણી રહે. ભાંગલી ગેટ બાજુમાં હિલડ્રાઇવ પ્રારબ્ઘ રેસીડેન્સી ફલેટ નં-૧૦૧ ભાવનગર વાળાને તેના રહેણાક મકાન પાસેથી ચાર ઇસમોએ અપહરણ કરી ૫૦ લાખ રોકડ તથા ૫૦ લાખના સોનાના દાગીના મળી એક કરોડની ખંડણી લીઘેલ અને જેતે સમયે આ કામના ભોગબનનાર ફરીયાદીએ બીકના કારણે પોતાની ફરીયાદ જાહેર કરેલ નહી અને બાદમાં નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોઘવામાં આવેલ
આરોપી (૧) રોહિત માસાભાઇ કોતર રહે. કુંભારવાડા ગોકુળનગર (૨) યશપાલ સિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા રહે. સરકારી હોસ્પીટલ પાસે મફતનગર ભાવનગર (૩) શકિતસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા રહે. સરકારી હોસ્પીટલ પાસે મફતનગર ભાવનગર વાળા (૪) નરેશભાઇ નાથાભાઇ કોતર/આહિર રહે. સીદસર ભાવનગર તથા નં.(૫) હસમુખભાઇ ધીરૂભાઇ ચાડ/આહિર રહે.આદર્શ રેસીડન્સી, ટોપ-૩ સર્કલ પાસે, ભાવનગર મુળ ગામ કમળેજ તા.જી ભાવનગર (૬) કલ્પેશ ઉર્ફે કપો નાથભાઇ કોતર/આહિર ઉવ.૨૧ રહે. સીદસર મેઘાનગર ભાવનગર વાળાઓના નામ ખુલતા તમામને આ ગુન્હામાં ઘોરણ સર અટકાયત કરવામાં આવેલ અને તમામ આરોપીઓ તા.૦૮/૦૩/૨૦૨૦ સુઘી પોલીસ કસ્ટડીમાં રીમાન્ડ ઉપર છે.
આ કામે રીમાન્ડ ઉપરના આરોપીઓ પૈકી રોહિત માસાભાઇ કોતર તથાયશપાલસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા ની સઘન પુછપરછ કરતા તેઓ એ કબુલાત આપેલ કે ભાવનગર જેલમાં નોકરી કરતા ભાવેશ ડાંગરે વાત કરેલ કે ચિટીંગના ગુન્હામાં જેલમાં આવેલ અમરેલીના પ્રોફેસર સંજય દવેને ઉઘરાણીના પૈસા લેવાના છે. અને તમારે આ કામ કરવું હોય તો સંજય દવે સાથે મિટીંગ કરાવી આપુ તેમ જણાવેલ જેથી ભાવેશ ડાંગરે આરોપી રોહિત માસાભાઇ તથા યશપાલસિંહનરેન્દ્રસિંહની મિટીંગ પ્રોફેસર સંજય દવે સાથે ભાવનગરમાં મિટીંગ કરેલ અને પાંચ કરોડ રૂપીયા મુકેશભાઇ સિન્ઘી પાસેથી લેવાના છે. તેવી વાત કરેલ પછી બે મિટીંગ અમરેલીમાં કરેલ અને ઉઘરાણીના પૈસા પતાવાની વાત થયેલ તેની અવેજીમાં સંજય દવે એ એક કરોડ રૂપિયા આપવાનો વાયદો કરેલની કબુલાત આપેલ છે. આ ગુન્હાના મુખ્ય આરોપી સંજય ઘીરજલાલ દવે ઉવ.૪૫ રહે.અમરેલી તથા ભાવેશ રામભાઇ ડાંગર ઉવ.૨૫ રહે. ઠોડા ગામ તા.ઉમરાળા વાળાને આજરોજ તા.૦૭/૦૩/૨૦૨૦ના ઘોરણસર અટકાયત કરી ગુન્હા સબંઘી વઘુ તપાસ હાથ ઘરેલ છે.

 

Previous articleજાગૃતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા દિન નિમતે વિવિધ કાર્યકમો યોજાયા
Next articleનંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા નમો ટેબલેટ ના વિતરણ નો કાર્યક્રમ યોજાયો