પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી આલોક કંસલે ભાવનગર મંડળ ખાતે દ્વારા પોરબંદર-વાંસજલિયા-જેતલસર રેલખંડનું વાર્ષિક નિરીક્ષણ કર્યું. શ્રી કંસલે પોરબંદર, વાંસજલિયા, જામજોધપુર અને જેતલસર સ્ટેશનો પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓનું ઝીણવટભર્યુ નિરીક્ષણ કર્યુ, તેમજ સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા. લોકો પાયલોટ જે. કે. બૈરવાએ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી આલોક કંસલની ઉપસ્થિમાં પોરબંદરના એસી રનીંગ રૂમનો શુભારંભ કર્યો. તેમના વાર્ષિક નિરીક્ષણ દરમ્યાન શ્રી કંસલે પોરબંદરમાં વૃક્ષારોપણ કર્યું તથા ગાર્ડ અને ડ્રાઇવરોના રનીંગ રૂમનું નિરીક્ષણ કર્યુ. તેમણે રેલવે કોલોનીનું નિરીક્ષણ કર્યુ તથા રાજભાષા સહિત વિવિધ વિભાગો દ્વારા આયોજીત પ્રદર્શનનું અવલોકન કર્યું. સુરક્ષા વિભાગ દ્વારા જેતલસર સ્ટેશન પર સ્થાનિક ભાષામાં આયોજીત શેરી નાટક જોઇને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા તેમના વાર્ષિક નિરીક્ષણ દરમ્યાન શ્રી કંસલે માઇનોર બ્રિજ, મેજર બ્રિજ અને કર્વનું પણ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યુ.
પોરબંદર, વાંસજલિયા, જામજોધપુર અને જેતલસર સ્ટેશન પર શ્રી કંસલે ક્ષેત્રિય રેલ ઉપભોક્તા સલાહકાર સમિતીના સભ્યો, પ્રતિષ્ઠીત નાગરિકો, વ્યાપારિક સંગઠનો, યાત્રી સંગઠનો, માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયનોના પ્રતિનિધીઓ તથા પ્રેસ અને મિડીયા સાથે પણ મુલાકાત કરી હતી.
આ નિરીક્ષણ દરમ્યાન તેમની સાથે ભાવનગર મંડળના રેલ પ્રબંધક શ્રી પ્રતિક ગોસ્વમી મુખ્યાલય મુંબઇના વિવિધ વિભાગોના પ્રધાન વિભાગાધ્યાક્ષ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત હતા.