જાફરાબાદની જનતા રોડમાં ધુડની ડમરીઓ ત્રાહિમામ થયા છે. જાફરાબાદના મીતીયાળાથી રાજુલા રોડમાં બે-બે ફુટના ખાડા પડ્યા છે. તાલુકા પ્રમુખે આ રોડની અનેક વખત રજૂઆત કરેલ જેનો ઉલાળીયો કરતા તંત્ર સામે બાયો ચડાવી તાત્કાલિક નવો રોડ નહીં બને તો જનતા દ્વારા રોડ ચક્કાજામની ચિમકી આપવામાં આવેલ છે.
સ્ટેટ હાઈવેના અધિકારીઓ ઘોર નિંદ્રામાં તેને જગાડવા હવે જનતા દ્વારા રોડ ચક્કાજામના નગારા વગાડી જગાડાશે. જાફરાબાદથી મીતીયાળાના સરપંચ ચંદુભાઈ, લુણસાપુર સરપંચ ભોજભાઈ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ શિવરાજભાઈ કોટીલા, લોઠપુર સરપંચ રાણા આતાની આગેવાની સાથે જાફરાબાદના બાબરકોટ, વાંઢ, વારાહ સ્વરૂપ, ભાંકોદર સરપંચ સાર્દુળભાઈની ટીમ જાફરાબાદ તાલુકા પ્રમુખ કરણભાઈ બારૈયાને રજૂઆત કરી સ્ટેટ હાઈવેના અધિકારીઓ જાડી ચામડીવાળા થઈ ગયા છે અને પ્રમુખે કહેલ કે અમારી અનેક વખત રજૂઆતો છતાં હજુ ઘોર નિંદ્રામાં સુતેલાને જગાડવા જોશે તેને માટે હવે એક જ રસ્તો છે. રાજુલા, જાફરાબાદ રોડ બાબતે હજુ એક છેલ્લી વખત રજૂઆત નહીતર રોડ ચક્કાજામ તેમજ ઉંઘમાંથી જાગશે. રજૂઆતનો જવાબ દિવસ આઠમાં નહીં આવે તો તમામ ગામોની જનતા દ્વારા રોડ ચક્કાજામના ચક્રો ગતિમાન થયા છે. અરે ધોળા દિવસે રોડમાં ધુડની એટલી ડમરીઓ ઉડે છે કે વાહન ચાલકોને ધોળા દિવસે લાઈટો શરૂ રાખવી પડે છે તે આ સ્ટેટ હાઈવેના અધિકારીઓ આ રોડની સ્થિતિ જાણે જ છે તોય આંખ આડા કાન કરીને ચાલ્યા જાય છે.