ચાંડુવાવ એન.જે.સોનેચા કોલેજ ખાતે યોજાયેલ વિદાય સમારોહમાં કલેકટરશ્રી અજયપ્રકાશ સહભાગી થયા હતા. શ્રી કે.એમ.એન્ડ શ્રીમતી કે.કે.સવજાણી બી.બી.એ, બી.સી.એ.કોલેજના ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષના વિધાર્થીઓનો વિદાય સમારોહ અને એન.જે.સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનીકલ ઈન્સ્ટીટયુટના એમ.બી.એ.ના સેમેન્ટર-૨ ના વાર્ષિક પરિણામમાં સમગ્ર યુનિ.માં આઠમું સ્થાન પ્રાપ્ત કરેલ વિધાર્થીની શિવાંગી પટેલ ઉપરાંત શિક્ષણક્ષેત્રે સિધ્ધી મેળવેલ કુહાડા કિષ્ના, ખોરાબા હિના, કાજલબેન, ભાવિકાબેન, સહીજાબેન, રિતિકાબેન, પુજાબેન, દેવાંગીબેન સહિતના વિધાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કલેકટરશ્રીએ વિધાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વિધાર્થીઓમાં ખુબ પ્રતિભા છુપાયેલી છે. અંગ્રેજીમાં વાત કરવી તે ખુબ જ સારી બાબત છે. આ સંસ્થા દ્રારા ગુણવત્તા વાળું શિક્ષણ આપવામાં આવે છે. જીવનમાં ક્યારેય પણ નિરાશ થવું જોઈએ નહિ. કોઈપણ ક્ષેત્ર માંથી રોજ કાંઈક નવું શિખવા મળતું હોય છે. વિધાર્થીઓએ તેમના શિક્ષણકાળ દરમ્યાન ખુબ સારો અભ્યાસ કરી સારી કારકિર્દી બનાવવા કહ્યું હતું. સાયન્સ કોલેજ વેરાવળના આચાર્યશ્રી સ્મિતાબેન છગ, અગ્રણીશ્રી ચીમનભાઈ અઢીયા અને ગીરીશભાઈ કારીયાએ વિધાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે બીપીનભાઈ સંઘવી, શિક્ષકગણ અને મોટીસંખ્યામાં વિધાર્થીઓ સહભાગી થયા હતા. કાર્યક્રમની આભારવિધી આચાર્ય ડો.જીગરભાઇ રાવલે કરી હતી.