બે દીવસ પુર્વે પાલીતાણા ભીડભંજન મહાદેવ મંદીર ની આગળ દેના બેન્કની બાજુમા આવેલ પ્રભાત ડેરી નામની દુકાનમા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ

1378

તા.૧૨/૦૩/ર૦ ના રોજ ફરિયાદી શ્રી પ્રશાંતભાઇ સુરેશભાઇ મણીયાર રહે- સર્વોદય સોસાયટી જૈન દેરાસર સામે પાલીતાણા વાળાએ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી, ફરિયાદ કરેલ કે તા.૧૧/૦૩/૨૦ના રોજ રાત્રી સમય દરમ્‍યાન પોતાની પાલીતાણા ભીડભંજન મંદીર આગળ દેના બેન્કની બાજુમા આવેલ પ્રભાત ડેરી નામની દુકાન બંધ હતી જે દુકાનના અજાણ્યા માણસોએ તાળા તોડી અંદર પ્રવેશ કરી, દુકાન અંદર રાખેલ રોકડા રૂ.૮પ૦૦/- ની ચોરી કરી લઇ ગયા અંગેની ફરિયાદ નોંધાવેલ હતી. જેન બનાવ ની ગંભીરતા ધ્યાને લઇ
ભાવનગર રેન્જ ના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જિલ્લાના પોલીસ જયપાલસિંહ રાઠૌડ  તથા નાયબ પોલીસ  એ.એમ.સૈયદ  તાજેતરમાં પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્‍તારમાં થયેલ ચોરી તેમજ અગાઉ થયેલ અનડીટેક ચોરી બાબતે બાતમીદારોને સક્રિય કરી તેમજ ટેકનિકલ રીતે તપાસ કરી,C.C.TV કુટેજ મેળવી તાત્કાલિક ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ ઇન્સ. એન.એમ.ચૌધરી , તથા ડીસ્ટાફના માણસોને સુચના કરવામાં આવેલ.

પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.  એન.એમ.ચૌધરી સાહેબ ના માર્ગદર્શન હેઠળ પાલીતાણા ટાઉન પો.સ્ટે.ના ડીસ્ટાફ ના માણસો સહિતની ટીમ દ્વારા પાલીતાણા ટાઉનમાં અંગત બાતમીદારો વતી ડીસ્ટાફ ને અંગત બાતમીદારો મારફત C.C.TV કુટેજમા ચોરી કરતા કૈદ થયેલ વર્ણન વાળા ત્રણ ઇસમો બાબતે માહિતી મળતા તુરતજ તપાસ કરતા ફુટેજ ના વર્ણન વાળા ત્રણ ઇસમો મળી આવેલ જેથી તેઓની પુછપરછ કરી તથા C.C.TV કુટેજ વેરીફાય કરતા મજકુર ત્રણેય ઇસમોએ પ્રભાત ડેરી નામની દુકાન અંદર ચોરી કરેલ હોવાનુ જણાતા તેઓની પ્રાથમીક પુછપરછ કરતા સદરહુ ગુન્હો કરેલાની કબુલાત કરતા આરોપી (૧) જયસુખભાઇ ઉર્ફ જયેશ મગનભાઇ વાઘેલા ઉવ-૩૨ રહે- ગોરજીની વાડી મગનભાઇ પાઉભાજી વાળાના મકાન પાસે પાલીતાણા (ર) કાનાભાઇ ઉર્ફ કાનો ચંપકભાઇ ચુડાસમા ઉવ-૨૬ રહે-વાણંદ વાળી શેરી માળી મંદીર સામે પાલીતાણા (૩) અજયભાઇ રામસિંગભાઇ ગોરીયા ઉવ-૧૯ રહે-ઘેટી રીંગ રોડ બહારપરા વીસ્તાર વિજયભાઇ નાનુભાઇ જેઠવાના મકાનમા પાલીતાણા વાળાઓને સદરહુ ગુન્હામા અટક કરી ચોરીમા ગયેલ તમામ મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે. અને પાલીતાણા ટાઉન પોસ્ટે એ પાર્ટ ગુ.ર.ન નં-૦૦૧૬૨/૨૦૨૦ ઇપિકો કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબનો ઘરફોડ ચોરીનો ગુન્હો ઉકેલી કાઢવામા સફળતા મળેલ હતી

આ અનડીટેકટ ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢવાની કામગીરીમા પો.ઇન્સ એન.એમ.ચૌધરી સાહેબ તથા ડીસ્ટાફના H,C, ભરતભાઇ ચૌહાણ તથા H,C, શૈલેશભાઇ રાઠોડ તથા HC જયદેવ ભાઈ ભંડારી તથા PC ધનંજય સિંહ ગોહીલ તથા P.C વીજયસિંહ ગોહીલ તથા P.C જીજ્ઞેશભાઇ મારૂ જોડાયેલ હતા

Previous articleમહુવા સ્વામીનરાણ પાર્ક જુગાર રમતા સાત શકુનીઓને રોકડ રૂ.૯૮,૪૧૦/- તથા મોબાઇલ તથા મોટર સાયકલ મળી કુલ કિ.રૂ.૩,૧૩,૯૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
Next articleકોરોના વાયરસ : મોતનો આંક વધીને ૪,૬૩૪ સુધી પહોંચ્યો