જાફરાબાદના વઢેરા રોડ પર આવેલ કામધેનુ ગૌશાળા છેલ્લા પાંચેક વર્ષમાં સારી એવી છાપ ધરાવતી અને લુલી-લંગણી ગાથાની સતત સેવામાં સક્રિય રહેતી કામધેનુ ગૌશાળા દ્વારા આજે નગરપાલિકાના સાતેય વોર્ડ બીજા હરીફ થવા બદલ સાતેય વોર્ડમાં ર૮ સભ્યોને ગૌશાળાના પટાંગણમાં સન્માન કરવાનું કાર્યક્રમ યોજેલ હતો.
આઝાદી પછી જાફરાબાદ નગરપાલિકા પ્રથમ વખત જ બિનહરીફ થતા ગૌશાળાના પ્રમુખ પ્રકાશભાઈ, વિરમસિંહ, ત્રિપાલસિંહ તથા ચંદુભાઈ અને વેપારી એસોસીએશનના હર્ષદભાઈ તથા જયેશભાઈ તથા કામધેનુ ગૌશાળાના તમામ સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજના પટેલો તથા ખારવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.