કોરોના વાયરસના કારણે વિશ્વના પ્રભાવિત દેશોની સંખ્યા રોકેટગતિથી વધી રહી છે. હાલમાં કુલ ૧૨૪ દેશો કોરોનાના સકંજામાં આવી ગયા છે. એકલા ચીનમાં કુલ કેસોની સંખ્યા ૮૦૭૯૬ ઉપર પહોંચી ગઇ છે. ચીનમાં કુલ મોતનો આંકડો ૩૧૬૯ પર પહોંચી ગયો છે. ચીનમાં ગંભીર રહેલા કેસોની સંખ્યા ૪૨૫૭ ઉપર પહોંચી ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧ લોકોના મોત થઇ ગયા છે. બીજી બાજુ દુનિયાના દેશોમાં કોરોના વાયરસના કુલ કેસ ૧૨૬૩૬૯ ઉપર પહોંચી ગઇ છે. મોતનો આંકડો ૪૬૩૪ સુધી પહોંચી ગયો છે. કોરોના વાયરસના કારણે હાલમાં Âસ્થતીમાં સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. ચીનમાં હુબેઇ પ્રાંતમાં સૌથી વધારે અસરગ્રસ્ત લોકો છે. સાથે સાથે મોતનો આંકડો પણ અહીં જ સૌથી વધારે નોંધાયો છે. બચાવ અને રાહત કામગીરીમા આરોગ્ય કર્મચારીઓ એટલી હદ સુધી લાગેલા છે કે તેમને જાઇને સલામ કરી શકાય છે.દેશમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. ચીનમાં સાવેચેતીના તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કોરોના વાયરસ બેકાબુ છે.દુનિયાના દેશોમાં હાલમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબુ મેળવી લેવામાં હજુ સુધી સફળતા મળી રહી નથી.ચીનના તમામ સંબંધિત જુદા જુદા આરોગ્ય વિભાગના તમામ લોકો નિસહાય દેખાઇ રહ્યા