ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને વર્ષ ૨૦૧૬થી સાતમા પગાર પંચ અનુસાર પગાર મેળવી રહ્યા છે. જ્યારે સરકારીની ઈજનેરી કોલેજના અધ્યાપકો આજની તારીખે પણ છઠ્ઠા પગાર પંચની જોગવાઈ અનુસાર પગાર મેળવી રહ્યા છે. ઈજનેરી કોલેજના અધ્યાપકોને એઆઈસીટીઈ દ્વારા નિર્ધારીત કરાયેલ સાતમા પગાર પંચની જોગવાઈ અનુસાર પગાર મળવાપાત્ર હોવા છતા પણ સાતમા પગાર પંચ મુજબ પગાર નહી મળવાના અન્યાયના વિરૃધ્ધમાં અપાયેલા કાર્યક્રમને અનુસાર ભાવનગરમાં સરકાર ઈજનેરી કોલેજના અધ્યાપકોએ કાળા વસ્ત્રો પરિધાન કરીને દેખાવો કર્યા હતા. ઉકત પ્રશ્ને વારંવાર રાજયની સરકારી ઈજનેરી કોલેજ શૈક્ષણિક રાજયપત્રિક અધિકારી મંડળ દ્વારા સરકારમાં રજુઆતો કરવા છતા પ્રશ્ન નહી ઉકેલાતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલી રહ્યા છે જેના ભાગરૂપે ગઈકાલે બુધવારે કોલેજનાં અધ્યાપકોએ કાળા કપડા પહેરી દેખાવો કર્યા હતા