દેશના ૧૨થી વધુ રાજ્યોમાં કોરોના વાયરસના ૭૩થી વધુ કેસ સપાટી ઉપર આવી ચુક્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા એક પછી એક પગલા લેવાઈ રહ્યા છે જેના ભાગરુપે વધુ એક મોટો નિર્ણય કરીને ભારતે સમગ્ર દુનિયાથી પોતાને અલગ કરવાનો નિર્ણય કર્યો છે. દેશના લોકો બિલકુલ સુરક્ષિત રહે તે હેતુસર આ નિર્ણય કરાયો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ અસરગ્રસ્ત લોકોના સંપર્કને ટાળવાનો રહેલો છે. તમામ નિર્ણયો તાત્કાલિક ધોરણે અમલી કરવામાં આવ્યા છે. આગામી એક મહિના સુધી સમગ્ર દુનિયાથી ભારતે પોતાને અલગ રાખવાનો નિર્ણય કર્યો છે. ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસને રોકવાના હેતુસર ભારત સરકારે હવે વધુ એક મોટો અને સાહસી નિર્ણય કર્યો છે. એક પછી એક અનેક નિર્ણય કરવામાં આવી રહ્યા છે. જેના અમલીકરણના કારણે Âસ્થતીમાં સુધારો થઇ રહ્યો છે. હવે ભારત સરકારે આગામી એક મહિના સુધી સમગ્ર દુનિયાથી પોતાને અલગ કરી લેવાનો નિર્ણય કર્યો છે. હેતુ મેનટુ મેન કોન્ટ્રાક્ટના કારણે ફેલાઇ રહેલા વાયરસને કાબુમાં લેવાનો રહેલો છે. ભારત સરકારના નિર્ણય બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાયરસને મહામારી તરીકે જાહેર કરવાનો નિર્ણય કર્યો છે