૨૦૧૭ જીપીએસસી ક્લાસ ૧-૨ની લેવાયેલી પરીક્ષામાં સુશ્રી મૃણાલદેવી ગોહિલ ( રાષ્ટ્રીયકૃત બેન્ક ના ઉચ્ચ અધીકારી શ્રી અશોકસિંહ ગોહિલ અને શ્રીમતી શોભના દેવીના સુપુત્રી તથા દાનુંભા સાહેબ- નિવૃત ડીવાય ઍસ પી ના પૌત્રી ) સામાન્ય મહિલા વિભાગમા છઠ્ઠા ક્રમે ઉત્તીર્ણ થઈ જીએએસ કેડરમા ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામેલ છે. આ પહેલાં ૨૦૧૪ મા લેવાયેલી જીપીએસસીની પરીક્ષા ઉત્તીર્ણ કરી, હાલ અમદાવાદ ખાતે તાલુકા વિકાસ અધિકારી- ટીડીઓ તરીકે ફરજ બજાવી રહેલ છે. બાળપણથી જ ઉચ્ચ શૈક્ષણીક કારકિર્દી ધરાવતા મૃણાલદેવી, અભ્યાસની સાથે સાથે યોગના ક્ષેત્રમા પણ અનેક સિધ્ધીઓ હાંસલ કરી ચૂક્યા છે. આર્જેન્ટીનામા યોજાયેલ વિશ્વ યોગ ચેમ્પિયનશીપ માં ૧ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. સ્પોટ્ર્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા યોજાતી યોગ નેશનલ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ નેશનલ લેવલે ૧૪ -ચૌદ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ, તેમજ સતત ત્રણ વર્ષ સુધી ” કુમારી યોગિની ઓફ ઇન્ડિયા” નું ટાઈટલ પ્રાપ્ત કરેલ. ગુજરાત સરકારે તેમની આ વિશેષ સિદ્ધી બદલ ” સરદાર પટેલ અવૉર્ડસ” થી સન્માનિત કરેલ છે