ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો ઉપર ૨૬ માર્ચના રોજ મતદાન થવાનું છે તે અગાઉ જ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને સાચવવા માટે રિસોર્ટ પોલિટિક્સનો સહારો લેવો પડ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવાર અને કોંગ્રેસના બે ઉમેદવાર જાહેર થયા છે. ભાજપ દ્વારા ક્રોસ વોટિંગ કરાવાની પ્રબળ શક્્યતા વચ્ચે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવવાની વેતરણમાં લાગી ગઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસના ૫ ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ બે ધારાસભ્યો શનિવારે રાત્રે વિધાનસભા અધ્યક્ષને મળ્યા હતા. સુરેન્દ્રનગર લીંબડીના ધારાસભ્ય સોમા ગાંડા જેઓ કોળી પટેલ છે તેમજ ધારીના ધારાસભ્ય જે વી કાકડીયાએ અધ્યક્ષને પોતાના રાજીનામા ધરી દીધા હોવાની વાત છે. આ ઉપરાંત અબડાસાના એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજા પણ જયપુર ગયા નથી અને તેમણે રાજીનામું આપી દીધું છે. ડાંગના એમએલએ મંગળ ગાવિતે પણ રાજીનામું આપી દીધું છે. ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારૂએ પણ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાએ જાર પકડ્યું છે. આ પાંચેય ધારાસભ્યોના રાજીનામા અંગે વિધાનસભામાં સોમવારે સત્તાવાર જાહેરાત થવાની સંભાવના છે. આ ધારાસભ્યો ભાજપમાં જાડાશે તેવી સંભાવના રહેલી છે.
૨૦૧૭માં રાજ્યસભાની ૪ બેઠકોની ચૂંટણી વખતે કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોના રાજીનામાંની સીઝન જાવા મળી હતી અને ૨ વર્ષ પછી પણ એવી જ રાજકીય સીઝન જાવા મળી છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ૨૬મી માર્ચે થવાની છે. ભાજપના બે અને કોંગ્રેસના બે ઉમેદવારો મેદાનમાં છે. ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને મેદાનમાં ઉતાર્યા હોવાથી કોંગ્રેસના મતોમાં ગાબડું પડવાની સંભાવના સાથે આઠ થી દસ ધારાસભ્યો રાજીનામાં આપીને ભાજપમાં જાડાય તેવી ચર્ચા છે. કોંગ્રેસમાંથી શÂક્તસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી તેમજ ભાજપમાંથી અભય ભારદ્વાજ અને રમિલા બારા સત્તાવાર ઉમેદવાર છે. ભાજપને ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતાડવા માટે સાત ધારાસભ્યોની જરૂર છે જે પૈકી બીટીપીના બે અને એનસીપીના એક ધારાસભ્યનો ટેકો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ સંજાગોમાં ભાજપને કોંગ્રેનસના ચાર ધારાસભ્યોના મતોની જરૂર પડે તેમ છે તેથી કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ સર્જાઇ રÌšં છે.
કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાનના જયપુરમાં શિફ્ટ કર્યા પછી બાકીના હાર્ડકોર ધારાસભ્યો જ્યારે સોમવારે વિધાનસભામાં આવશે ત્યારે બેઠક તોફાની બનવા સંભવ છ