વિશ્વ બેડમિન્ટન સંઘએ વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર અને બેડમિન્ટન સાથે જાડાયેલી તમામ ટૂર્નામેન્ટ ૧૨ એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. બીડબ્લ્યૂએફના આ નિર્ણય બાદ હવે નવી દિલ્હીમાં માર્ચ ૨૪થી ૨૯ માર્ચ સુધી રમાનાર ઈÂન્ડયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ પણ સ્થગિત થઈ ગઈ છે. બીડબ્લ્યૂએફએ કÌšં કે, તેનો આ નિર્ણય રવિવારે સમાપ્ત થનારા ઓલ ઈંગ્લેન્ડ ઓપન બાદ સોમવારથી લાગૂ થશે. બેડમિન્ટનની સર્વોચ્ચ સંસ્થાએ કÌšં કે, તમામ સભ્યોની સલાહથી આ સમયે તમામ ટૂર્નામેન્ટ રદ્દ કરી દેવામાં આવી છે, કારણ કે ખેલાડીઓની યાત્રાને લઈને ઘણા પ્રતિબંધ લાગેલા છે. સંસ્થાએ કÌšં કે, ફેડરેશન તમામ ખેલાડીઓ, સભ્યો અને અધિકારીઓના સ્વાસ્થ્યની ચિંતા કરે છે. કોરોના વાયરસને કારણે બીડબ્લ્યૂએફના આ નિર્ણયથી આગામી સપ્તાહે યોજાનાર Âસ્વસ ઓપન, ઈÂન્ડયા ઓપન, આર્લીનસ માસ્ટર્સ, મલેશિયા ઓપન અને સિંગાપુર ઓપન નક્કી કાર્યક્રમ પ્રમાણે યોજાશે નહીં. કોરોના વાયરસને કારણે ઘણી બેડમિન્ટન ટૂર્નામેન્ટ રદ્દ કે સ્થગિત થવાને કારણે ટોક્્યો ઓલિÂમ્પક ક્વોલિફાઇંગ અવધિ પર પણ તેની અસર પડી છે.
બીડબ્લ્યૂએફએ કÌšં કે, તે ઓલિÂમ્પક ક્વોલિફિકેશનને લઈને બાદમાં કોઈ નિર્ણય લેશે. વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે ફેબ્રુઆરીથી માર્ચ સુધી રમાનારી પાંચ બેડમિન્ટન ટૂર્નામેન્ટ પહેલાં જ રદ્દ કે સ્થગિત કરી દેવામાં આવી છે.
Home Entertainment Sports કોરોના વાયરસને કારણે તમામ બેડમિન્ટન ટૂર્નામેન્ટ ૧૨ એપ્રિલ સુધી સ્થગિત કરાઈ