કોમી એકતા સાથે ઘોઘામાં હઝરત રોશન ઝમીર ચોભાપીર દાદાનો ઉર્ષ ઉજવાયો

1542

કોમી એકતા ના પ્રતીક સમાન હઝરત રોશન ઝમીર ચોભાપીર દાદા નો ઉર્ષ ઘણી શાનોશોક્ત થી મનાવવા માં આવ્યો હતો,જેમાં અસર ની નમાઝ બાદ ચાદર શરીફ વાજતે ગાજતે મેમણ મસ્જિદ થી ગામ ના મુખ્યમાર્ગો પર ફરી ને દરગાહ શરીફ સુધી લઇ જવામાં આવી હતી ત્યાર બાદ સામુહિક દુઆ બાદ નિયાઝ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
ત્યાર બાદ રાત્રે કોમી એકતા પર કવ્વાલીની રમઝટ સાથે એકથી એક ચઢિયાતા કલામનું ગાયન પઠણ કરી ગુજરાત ના મશહૂર કવ્વાલ સાજીદ ખ્યાર,નાઝીયા શેખ અને સાથી કલાકારો એ પોતાના મધુર કંઠે કાર્યક્રમમાં હાજર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ખ્યાતનામ રિધમીષ્ટો રહીશ હાજી,શબ્બીર હાજી,અક્રમ દેખૈયા દ્વારા કવ્વાલી માં ચાર ચાંદ લગાવી દીધા હતા.ચોભાપીર દાદા તેરી નગરી મેં ધૂમ મચી હે….મોરે અંગના મોઇનુદિન આયો રી….જેવી મશહૂર કવ્વાલીઓની એકબાદ એક રમઝટ બોલાવતા કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળ્યો હતો
આ ઉર્ષ મુબારક ફક્ત ઘોઘા પૂરતું જ નહિ પરંતું હિન્દૂ-મુસ્લિમો ની આસ્થા નું પ્રતીક છે અહીં કોઈપણ નાત જાત કે જ્ઞાતિ ના ભેદભાવ વગર અહીં દરેક ધર્મના લોકો દર્શન માટે આવે છે અને મનોકામના માંગે છે
આ સમગ્ર કાર્યક્રમ ને પાર પાડવા નિતીન મેર,સંજય પારેખ,જગદીશ સોલંકી અને નયન જોષી તેમજ સમગ્ર રામ-રહીમ ગ્રુપ એ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleભાવનગર શહેરનાં કાળાનાળા ચોકમાં સિંધી યુવાનની દિન દહાડે કરપીણ હત્યા
Next articleઅનુભવના ઓટલે અંક: ૫૨ જન્મ દિવસની ભેટ