બહુજન હિતાય બહુજન સુખાય` આ તથાગત બુદ્ધ વિચારને ભારતીય ઉપખંડમાં સહજ ભોગ્ય બનાવ્યું અને બહુજન સમાજના દુઃખનું નિદાન કરી તેની દવા શોધી બીમાર સમાજને સ્વસ્થ બનાવવા સમગ્ર જીવન અર્પણ કરનાર અને મૂળ નિવાસીઓને તેમના મૂળ ધર્મ અને શાસક બનાવવા સુધીનો નકશો તૈયાર કરી `આ શક્ય થઇ શકે ` તે સાબિત કરનાર માન્યવર કાંશીરામ સાહેબના ૮૬ માં જન્મ દિનની ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ પાલીતાણા દ્વારા ભીમ વાટિકા ખાતે ઉજવણી કરવામાં આવી હતી
જેમાં માન્યવર કાંશીરામ સાહેબ ની પુસ્તિકાઓ વિતરણ કરવામાં આવી સાથો સાથ વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં વક્તા બીપીનભાઈ ચાવડા,દીપકભાઈ જયપાલ,પ્રવિણભાઈ સોલંકી તેમજ આગેવાનો ખીમરાજભાઈ બાબરિયા,કનુભાઈ મારુ,નરેશભાઈ બાબરિયા, મુકેશભાઇ ચૌહાણ,ભરતભાઇ ગોહિલ,વિનુભાઈ સાંડિસ,મહેન્દ્રભાઈ જોગદિયા,નરેશભાઈ રાઠોડ,વિજયભાઈ ચૌહાણ,વલકુંભાઈ સાગઠિયારવજીભાઈ ધારૈયા,ગીરીશભાઈ સરવૈયા તેમજ ભીમ બ્રિગેડ યુવા ગ્રુપના સભ્યો,જેમાં કિરીટભાઈ સાગઠિયા દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા ઝહેમત ઉઠાવી હતી જેમાં માતા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો