તા.૧૪ માર્ચના રોજ સવારે પ્રાચી-108 ને એક લેબર દર્દી ગામ હડમતીયા તા.તાલાળાને ડિલિવરી માટે CHC તાલાળા લઈ જવા માટે આશાવર્કર વનિતાબેનનો કોલ આવેલો હતો. કોલ આવતા જ પ્રાચી-108 તરત જ સ્થળ પર જવા માટે રવાના થઈ હતી. ત્યાં સ્થળ પર પહોંચતા જ માતાની હાલત પ્રમાણે ત્યાં જ ડિલિવરી કરાવવી પડે તેમ હતી, માતાની તપાસ કરતા જ ખબર પડી કે બાળકના ગાળામાં Ambelick code round બે રાઉન્ડ હતા. ત્યારબાદ બાળકનાં ગળામાંથી Ambelick code round કાઢી અને માતાની નોર્મલ ડીલીવરી પ્રાચી-108નાં EMT જીતેન્દ્ર ઝાલા દ્વારા કરવામાં આવી હતી. અને તેમનાં દ્વારા માતા અને બાળકનો જીવ બચાવવામાં આવ્યો હતો. આશાવર્કર વનિતાબેને જણાવ્યું હતું કે, આ દર્દી માતા મંદ-બુદ્ધિ હોવાથી આગળની ડિલિવરીમાં ગર્ભમાં જ બાળકને માતા પડખું ફરી જવાથી બાળકના શ્વાસ રોકાઈ જતો હતો. તેનાથી આગળના તેમના બાળકો ગર્ભમાં જ મૃત્યુ પામેલા હતા.પ્રાચી-108નાં EMT અને PILOT નરેશ ચૌહાણ દ્વારા માતાની નોર્મલ ડિલિવરી કરવામાં આવી હતી. તેમના સગા-સબંધી લોકોએ પ્રાચી-108નાં કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો.