જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા સાબરકાંઠા તથા હિમતનગર નગરપાલિકાના સંયુકત ઉપક્રમે કોરોના વાયરસ પ્રતિરોધક આયુર્વેદ ઉકાળા (અમૃત પેય )તેમજ હોમીઓપેથિક દવા (આરસેનિકમ આલબમ 30 પાવર) નું હિમતનગર શહેરના પાંચ વિસ્તારો જેવા કે મહાવીરનગર, ઉમિયા વાડી, રામજી મંદિર મહેતાપુરા, ટાવર ચોક, તેમજ અનતેશ્વર મહાદેવ ખાતે વિતરણ કરવામાં આવ્યું જેનું સફળ આયોજન ડો. જે. એમ. ખરાડી (જિલ્લા આયુર્વેદ અધિકારી સાબરકાંઠા જિલ્લા પંચાયત) તેમજ ચીફ ઓફિસર હિમતનગર નગરપાલિકા શ્રી અલ્પેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ જેમાં ડો. પંકજ શાહ તથા વૈધ હીનલબેન વરસાત ની ટીમ દ્વારા ઉમા વિધ્યાલય મોતીપુરા ખાતે આયુર્વેદ ઉકાળો વૈધ રાહુલભાઈ , વૈધ કિંજલબેન ઓઝા, વૈધ વિમલબેન, વૈધ હેમલભાઇ તથા ફાર્માસિસ્ટ કમલેશભાઈ પટેલ તથા વિજયસિંહ ડાભી ની ઉપસ્થિતિમાં બનાવવામાં આવેલ હતો. જેમાં હોમીઓપેથિક મેડિકલ ઓફિસર ડો.કૌશિક રાવલ , ડો અંકિતાબેન મહિડા, ડો.હિતેન્દ્રભાઈ પટેલ ,ડો સોનલબેન પટેલ, ડો. જગદીશભાઈ ચૌહાણ દ્વારા હોમીઓપેથિક દાવા આરસેનિક આલ્બમ ૩૦ નું વિતરણ કરવામાં આવ્યું. આયુર્વેદિક ઉકાળા તથા હોમીઓપેથિક દવાનો લાભ આશરે ૬૦ થી ૭૦ હજાર લોકોએ મેળવ્યો હતો લોકોમાં આ અંગે જાગૃતતા આવતી જાય છે. અને અટકાયતીના ભાગ રૂપે લોકો આ સેવાનો લાભ લઇ રહયા છે. સાવચેતીના ભાગરૂપે અટકાયતી પગલા લોકો સ્વયંમ લઇ રહયા છે. આરોગ્ય વિભાગ તેમજે આ સુવિધા ઉપલબ્ધ કરીને સુંદર સેવા કરી રહયું છે.