ગઈ કાલ તા. ૧૫ના બપોર બાદ ચારેક વાગ્યાના સુમારે કાળાનાળા ઉપરકોટ વિસ્તારમાં સંતકવરરામ ચોકમાં સીતારામ પાન નામની દુકાન ચલાવતા અનિલભાઈ રાહેજા ની આરોપી અફઝલ રજાક ભાઈ શાહ રહેવાસી નવાપરા ભાવનગર વાળાએ પાન માવાના લેણાં નીકળતા રૂપિયા બાબતે ની તકરારમાં છરીના ઘા મારી હત્યા કરી નાસી ગયા અંગે મરણ જનારના નાના ભાઈ કમલેશભાઈ ખેમચંદભાઈ રાહેજા એ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર કરાવેલ હતી.
આ બનાવની ગંભીરતા સમજી ભાવનગર પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠૌડ સાહેબની સીધી સૂચનાથી ડીવાયએસપી સૈયદના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.-એલસીબીની ટીમો બનાવી આરોપીને તાત્કાલીક ઝડપી પાડવા ચક્રોગતિમાન કરેલ. અને એસ.ઓ.જી. પોલીસ ને મળેલ હકીકત આધારે આ ગુનામાં સંડોવાયેલ આરોપી અફઝલ રજાક ભાઈ શાહ રહેવાસી નવાપરા ડોસલીનું નેરું ભાવનગર વાળાને ગણતરીની કલાકોમાં ગઈ રાત્રીના ઝડપી પાડી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ હતો. અને આગળની તપાસ નિલમબાગ પોલીસે હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેટર એસ.એન.બારોટ તથા એલસીબીપોલીસ ઇન્સ્પેટર વી.વી.ઓડેદરા તથા જાડેજા તથા નિલમબાગ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેકટર એન.જી.ચૌધરી ની રાહબરી નીચે એસઓજીના હારીત સિંહ ચૌહાણ તથા વિજયસિંહ ગોહીલ તથા જગદીશ ભાઈ મારુ તથા બાવકુદાન ગઢવી તથા યોગીનભાઈ ધાંધલ્યા તથા પાર્થભાઈ પટેલ તથા એસઓજી તથા એલસીબી પોલીસ સ્ટાફ તથા નિલમબાગ પોલીસ સ્ટેશનનો ડી- સ્ટાફ જોડાયો હતો.