આજ રોજ બોટાદ ખાતે એન-કોરોના વાઈરસની પરિસ્થિતિને પહોંચી વળવા બોટાદ જિલ્લા કલેકટર વિશાલ ગૃપ્તાના અધ્યક્ષસ્થાને આઈ.એમ.એ. બોટાદ શાખાના તબીબો સાથે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં રાજ્ય સરકારની સુચના મુજબ કોરોનાના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને રાખવા માટે કોરેન્ટાઈન વોર્ડ શરૂ કરવા સરકારી – ખાનગી હોસ્પિટલોમાં વેન્ટીલેટરની સુવિધા, ડ્રગ્સ સ્ટોરમાં માસ્ક પી.પી.ઈ. અને સેનેટાઈઝરના સ્કોકની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ ૩૧ મી માર્ચ સુધી સરકારી, જાહેર કાર્યક્રમો નહિ યોજવા તથા માસ્ક અને સેનેટાઈઝરની સંગ્રહખોરી કે કાળાબજાર નહિ કરવા સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી લલિત નારાયનસિંધ સાદું, જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને આઈ.એમ.એ. તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર