ભાવનગર ખેડુતવાસમાંથી ભારતીય બનાવટનો ઇગ્લીશ જથ્થો દારૂની બોટલ નંગ-૧૩૭ તથા બીયર ટીન નંગ-૪૮ મળી કુલ કિ.રૂ. ૨૮,૩૦૦/-નો મુદામાલ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલ.
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠો, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ.સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ખેડુતવાસ રૂવાપરી રોડ રેલ્વે પાટા પાસે પ્લોટ નં-૨૨૦ ભાવનગરમાં રહેતા ભરતભાઇ ઉર્ફે પારેવો જયંતિભાઇ ડાભી પોતાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે હકિકત આઘારે રેઇડ કરતા રેઇડ દરમ્યાન મજકરુ ભરતભાઇ ઉર્ફે પારેવો જયંતિભાઇ ડાભી ઘરે હાજર મળી આવતા તેના રહેણાકી મકાન માંથી અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારુની બોટલ નંગ-૧૩૭ તથા બીયર ટીન નંગ-૪૮ મળી કુલ રૂ. ૨૮,૩૦૦/- નો મુદામાલ સાથે મળી આવતા મજકુરની અટકાયત કરે તેના વિરૂધ્ધ્માં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫એઇ.૧૧૬(બી) મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.