ઉનાળાની શરૂઆત થતા જ રોજીંદા વપરાશમાં વપરાતા શાકભાજીના ભાવમાં અસહ્ય વધારો થયો છે. સામાન્ય ભાવો કરતા ૧૫થી ૨૦ ટકા ભાવમાં વધારો જોવા મળ્યો છે. અને લીંબુ કે જે ઉનાળામાં વધારે વપરાશમાં લેવામાં આવે છે. તેનો ભાવ આસમાને પહોંચી ચુક્યા છે. ૧૬૦ રૂપિયે કિલો લીંબુ મળી રહ્યા છે. એટલે કે કોઈ અઢીસો , પાંચસો લેવાનું વિચારી શકે નહી, તેની જગ્યાએ નંગમાં લીંબુ લેવાનુ વીચારી શકે તેવી દશા થઈ રહી છે. ઉનાળાના પગલે શાકભાજીના ભાવમાં થયેલા વધારાના પગલે ગૃહિણીઓના બજેટને મોટો ફટકો પડે એમાં નવાઇ નહીં.