કોરોના વાયરસથી થતા રોગના લક્ષણો, નિદાન અને સારવાર સહિતના માર્ગદર્શન માટે ડૉક્ટર્સ માટે વર્કશૉપ યોજાયો

1839

પાટણ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા નોવેલ કોરોના વાયરસ અંગે જાણકારી અને માર્ગદર્શન માટે જિલ્લાના ખાનગી સેવા આપતા તથા સરકારી દવાખાનામાં સેવા આપતા ડૉક્ટર્સ માટે તાલીમ કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા જરૂરી પગલા અને સાવચેતી અંગે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી. ઈન્ડિયન મેડિકલ એસોશિએશન સાથે જોડાયેલા જિલ્લાના ખાનગી અને સરકારી દવાખાનામાં કામ કરતા ડૉક્ટર્સને નોવેલ કોરોના વાયરસ અંતર્ગત આયોજીત વર્કશૉપમાં બી.જે.મેડીકલ કોલેજના મેડિસીન વિભાગના હેડશ્રી ડૉ. કમલેશ ઉપાધ્યાય દ્વારા કોરોના વાયરસ, રોગ, તેના લક્ષણો, નિદાન અને સારવાર અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


વર્કશૉપમાં કોરોના વાયરસ અંગે માહિતી આપતાં ડૉ. કમલેશ ઉપાધ્‍યાયે જણાવ્યું કે, સાવચેતી અને સમજણ એજ
આ રોગથી બચવા માટે સાચો ઉપાય છે. કોરોના વાઇરસ રોગથી ગભરાવાની જરૂર નથી. વધુમાં છીંક-ઉધરસ ખાતી વખતે મોંઢા-નાક આગળ રૂમાલ રાખવો કે કોંણીમાં છીંક-ઉધરસ ખાવી તેમજ સાબુથી હાથ વારંવાર ધોવા, ગમે ત્‍યાં જાહેરમાં થુંકવુ નહીં, હાથ ન મિલાવતાં નમસ્‍કાર કરી અભિવાદન કરવા જણાવી આ સંદેશ જનસામાન્ય સુધી પહોંચે તે માટે જરૂરી પ્રચાર- પ્રસાર કરવા અપીલ કરી હતી. આ વર્કશોપમાં ૬૭ પ્રાઈવેટ અને ૬૩ સરકારી આરોગ્ય સેવા સાથે જોડાયેલા ડૉક્ટર્સ મળી ૧૩૦ જેટલા તબીબોએ ભાગ લીધો હતો. જેમાં ઈન્ડિયન મેડિકલ એસોશિએશન પાટણના પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સહિત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleબેટી બચાવો-બેટી પઢાઓ યોજના અંતર્ગત જાહેર સ્થળોએ વિવિધ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર દિકરીઓના હોર્ડીંગ્સ લગાવાશે
Next articleભુરખીયા હનુમાનજી મંદિરે યોજાઈ ગયેલ ૪૪માં વિના મુલ્યે નેત્ર નિદાન કેમ્પ