ઉના વડલી એસટી બસ જ્યારે ઉના થી વડલી જવા નીકળી હતી ત્યારે ધોકડવા-મોતીસર રોડ ચાલી રહી હતી ત્યારે અચાનક જ પાછળના ડાબી બાજુએ થી અવાજ આવતા ચાલુ બસે બસ ડ્રાઇવર નું ધ્યાન જતાં બસ ડ્રાઈવરે સમયસુચકતા વાપરી હતી જેથી કરીને મોટી જાનહાનિ ટળી હતી. અને બસ ને કન્ટ્રોલ કરી રોકી હતી જ્યારે નીચે ઊતરી ને જોયું તો ડાબી બાજુના પાછળ ના ટાયર ની સાપટીંગ બધાંજ નટબોલ ખુલ્લી નીકળી ગઇ હતી. અને એસટી વિભાગની બેદરકારી ની કામગીરી જોવા મળી હતી જેથી કરીને બસમાં બેઠેલા મુસાફર પણ રઝળી પડયા હતા. જ્યારે સલામત સવારી એસટી હમારી નું સુત્ર અહીં કેટલું સાર્થક થાય છે જ્યારે અમુક કિલોમીટર પછી અસટી બસ અમરેલી પાર્સિંગ માટે જતી હોય છે અને ત્યારબાદ બસને કમ્પલેટ સર્વિસ કરી ફરી ડેપો ને સોંપવામાં આવે છે ત્યારે આ બસ પણ અમરેલીથી પાર્સિંગ કરી ને આવ્યા બાદ પહેલીવાર જ વડલી જવા માટે નીકળી હતી. અમરેલી વિભાગમાં આવતા ઉના એસટી ડેપોમાં છેલ્લા કેટલાક સમયથી બસમાં સર્વિસની અને સ્પેરપાર્ટ મેનેજમેન્ટની બેદરકારી ની લીધે અવાર-નવાર એસટી બસ રસ્તે જ રઝળી જોવા મળે છે. જ્યારે ધોકડવા મોતીસર નીતલી વડલી રસ્તો પણ અતીખરાબ હોવાથી આવું થતું હોય છે એમ મોતીસર ગ્રામજનોએ જણાવ્યું હતું
રિપોર્ટર.
હમીરસિહ દરબાર.
ઉના,ગીર ગઢડા