વેરાવળ ખાતે જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ ખુલ્લું મુકતા જિલ્લા ન્યાયાધિશશ્રી એમ.એમ.બાબી

1463

વેરાવળ ગલ્સ હાઈસ્કુલ સામે નવા ઉતારા લાઈન નં.પ, ક્વાર્ટર નં.ડી.-૧/૮માં જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ જિલ્લા ન્યાયાધિશશ્રી એમ.એમ.બાબીના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લામાં કિશોર ન્યાય બોર્ડ/જુવેનાઈલ જસ્ટીલ બોર્ડના લોકાર્પણ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી બી.આર.સોલંકી, જિલ્લા પ્રોબેશન ઓફિસરશ્રી એચ.આર.મૌર્ય, બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી ડો.જે.એમ.વધાસીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી પી.આર.પરમાર સહિતના સહભાગી થયા હતા.

આ બોર્ડની બેઠક દર બુધવારે મળશે અને કેસોની સમીક્ષા કરવામાં આવશે. બાળ કલ્યાણ સમિતી ગીર સોમનાથની બેઠક શુક્રવારે મળશે.

Previous articleભાવનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ ના કર્મચારી ની હત્યા
Next articleગીર સોમનાથ જિલ્લાની વિકાસ વાટીકા પુસ્તીકાનું વિમોચન કરતા કલેકટરશ્રી અજયપ્રકાશ