વિકૃત મકાન માલિકે યુવતિને ન્હાતી જોવા સ્પાઈ કેમેરો ગોઠવ્યો

693
gandhi3032018-3.jpg

શહેરના ચાંદખેડા વિસ્તારમાં મકાન માલિકની વિકૃત્તિ સામે શિક્ષિકાએ ફરિયાદ દાખલ કરી છે. ચાંદખેડા વિસ્તારમાં બહેનપણી સાથે ભાડેથી રહેતી ૨૫ વર્ષીય શિક્ષિકાને નગ્ન જોવા માટે મકાન માલિકે બાથરૂમમાં સ્પાઇ કેમેરો ગોઠવ્યો હોવાનું સામે આવ્યું હતું.
મકાન માલિક આધેડે જ ભાડુઆત શિક્ષિકાના બાથરૂમમાં વાયરલેસ સ્પાઇ કેમેરો ગોઠવ્યો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપી મકાન માલિક રમેશ ગોસાઈની ધરપકડ કરી લીધી છે.મળતી માહિતી પ્રમાણે, ૫૬ વર્ષીય આધેડ મકાન માલિક ઘણા લાંબા સમયથી શિક્ષિકા અને તેની બહેનપણીને ગંદી નજરથી જોતો હતો. પરંતુ હદ તો ત્યારે થઇ જ્યારે આ વિકૃત આધેડે શિક્ષિકા અને તેની બહેનપણીને નગ્ન જોવા માટે બાથરૂમમાં વાયરલેસ સ્પાઇ કેમેરો ગોઠવ્યો હતો. આ વાતની જાણ થતાં બન્ને યુવતીઓએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મકાન માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
શહેરના મોટેરા વિસ્તારમાં મોટેરા વિસ્તારમાં પીજી તરીકે રહેતી યુવતીને ન્હાતી જોવા માટે મકાન માલિકે બાથરૂમમાં સ્પાય કેમેરો ગોઠવ્યો હોવાની ઘટના સામે આવી છે. મકાન માલિકે બાથરૂમમાં સ્પાય કેમેર ગોઠવ્યો હોવાની જાણ થતા જ યુવતીએ પોલીસ સ્ટેશનમાં સ્પાય કેમેરા સાથે ફરિયાદ નોંધવા પહોંચી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી મકાન માલિકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
બનાવની વિગત અનુસાર શહેરના ચાંદખેડા મોટેરા વિસ્તારમાં આવેલા મેગી એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઇ નરસીભાઇ ગોસાઇએ પોતાનો એક ફ્‌લેટ પીજી તરીકે એક શિક્ષિકાને ભાડે આપ્યો હતો. પંદર દિવસથી ભાડે રહેતી યુવતી આજે રોજ જ્યારે ન્હાવ માટે બાથરૂમાં ગઇ ત્યારે કાચની પાછળ સ્પાય કેમેરો ગોઠવ્યો હોવાની જાણ થઇ. દરમિયાન તપાસ કરતા અરિસો વનવે મિરર હતો અને તેની પાછળ સ્પાય કેમેરો ગોઠવ્યો હતો. મકાન માલિકની આ કરતૂતની જાણ થતા જ યુવતી સ્પાય કેમેરાને લઇને પોલીસ સ્ટેશન પહોંચી ગઇ અને મકાન માલિક વિરૂધ ફરિયાદ નોંધાવી. દરમિયાન પોલીસે ઘટનામાં તત્પરતા દાખવી આરોપી રમશેભાઇની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Previous articleગાંધીનગર ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે એક જ નંબરની બે લક્ઝરી ઝડપી
Next article રાજુલા-જાફરાબાદમાં PGVCL સપાટો બાકીદારો પાસેથી ૩.૫૯ કરોડની વસુલાત