ગીર સોમનાથ જિલ્લાના ૧૧ ગામોને પાણી પુરુ પાડવા માટે રૂા.૧૫૪.૨૬ લાખ મંજુર

1290

ગીર સોમનાથ જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજઈ હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ૧૧ ગામોને પાણી પુરુ પાડવા માટે રૂા.૧૫૪.૨૬ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી હતી.ઉના તાલુકાના સંજવાપુર, માણેકપુર, રાણવંશી, ગીરગઢડા તાલુમાના ફરેડા, જુડવડલી, તાલાળા તાલુકાના રસુલપરા, સુત્રાપાડા તાલુકાના ભુવાટીંબી, મટાણા, વેરાવળ તાલુકાના બાદલપરા, વાવડી-આદ્રી, કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામને પાણી પુરુ પાડવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પ્રજાપતિ, વાસ્મો યુનિટ મેનેજરશ્રી વી.એન.મેવાડા, જિલ્લા કોડિનેટર અલ્કા મકવાણા, સોશ્યલ મેનેજર રામ ગલચર, ટેકનિકલ મેનેજર મુકેશભાઈ બલવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleગીર સોમનાથ જિલ્લાની વિકાસ વાટીકા પુસ્તીકાનું વિમોચન કરતા કલેકટરશ્રી અજયપ્રકાશ
Next articleકોર્ટ કાર્યવાહીમાં હાજર નહીં રહેનાર આરોપીઓ, સાક્ષીઓ તથા પક્ષકારો સામે નહીં લેવાય કોઈ વિરૂદ્ધના પગલાં