મખદુમુલ મિલ્લત,હુઝુર મોહદ્દીષે આઝમ અલયહિરૅહમા ના 60 માં ઉર્ષ ના મુબારક કીછોછા શરીફ ખાતે શનોશૌક્ત થી મનાવવામાં આવેલ હતો. જેના ઉપક્રમે બોટાદ જીલ્લાના રાણપુર ખાતે મોહદ્દીષે આઝમ મિશન દ્વારા પણ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અકીદત અહેતરામ સાથે મનાવવા માં આવેલ હતો.
અહેવાલ પ્રમાણે મખદુમુલ મિલ્લત,હુઝુર મોહદ્દીષે આઝમ અલયહિરૅહમા ના ઉર્ષ મુબારક નિમિતે રાણપુર શાહી મિનારા મસ્જિદ ખાતે અઝીમુશાન મહેફિલ કિબલા પીર સૈયદ આશિક હુસેન બાપુ ની સરપરસ્તી માં રાખવા માં આવેલ હતી જે પ્રોગ્રામ માં હલ્ક એ ઝીક્ર બાદ બયાન ખલીફ એ શૈખુલ ઇસ્લામ મૌલાના સલીમ બાપુદ્વારા કરવામાં આવ્યું હતું જેમાં હુઝુર મોહદ્દીષે આઝમ અલયહિરૅહમા નો સંક્ષિપ્ત જીવન પરિચય તેમજ સદવર્તન, સૌહાર્દ બાબતો માં માહિતી આપી હતી ત્યાર બાદ શીઝરા શરીફ ,અશરફી તરાના,સલામ, દુઆ ,ન્યાઝ શરીફ સાથે આ પ્રોગ્રામ પૂરો થયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો એ હાજરી આપી હતી. તેમજ હુઝુર મોહદ્દીષે આઝમ અલયહિરૅહમા ના 60 માં ઉર્ષ નિમિતે હુઝુર શૈખુલ ઇસ્લામ તથા હુઝુર હસન અસકરી મિયાં ના આદેશ અનુસાર લોકસેવા ભાવી સંસ્થા મોહદ્દીષે આઝમ મિશન રાણપુર દ્વારા પણ રાણપુર શહેર માં ગરીબ નિરાધાર અને જરૂરતમંદ લોકો ને કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા.આ પ્રોગ્રામ ને સફળ બનાવવા મિશન ના દરેક સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર