રાજુલા-જાફરાબાદ તાલુકાઓમાં પીજીવીસીએલની ટીમો ત્રાટકી બાકીદાર ગ્રાહકોમાં રાજુલા તાલુકામાં ર કરોડ ર૦ લાખ અને જાફરાબાદ તાલુકામાં ૧ કરોડ ૩૯ લાખની સ્થળ પર વસુલી બાકીદારો ગ્રાહકોમાં ફફડાટ કઈકના વીજ જોડાણો કપાયા હતા.
રાજુલાની વડી કચેરી પીજીવીસીએલના અધિકારી સહિત શહેર અને તાલુકામાં ટીમો ત્રાટકી પીજીવીસીએલના એ.સી. કે.વી. ભટ્ટના માર્ગદર્શનથી અને કાર્યપાલક ઈજનેર કે.કે. સોની, નાયબ કાર્યપાલક ઈજનેર રાજુલા શહેરના કે.કે. સોલંકી, ગ્રામ્ય નાયબ કાર્યપાલક ઈજનેર કે.ડી. નિનામા દ્વારા રાજુલાના જે ગ્રાહકો પાસે વીજબીલના નાણા બાકી હોય તેમજ જુના નાણા ન ભરનાર ગ્રાહકો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવતા પીજીવીસીએલની આખી ટીમ દ્વારા આવા ગ્રાહકો પાસેથી તુરંત સ્થળ પર રૂપિયા વસુલી નહીતર વીજ જોડાણ રદ્દ કરવું સર્વિસ વાયર ઉતારી લેવા, મીટર કબ્જે કરવું સહિતની કામગીરી હાથ ધરતા તુરંત જ આવા ગ્રાહકો ફટાફટ રૂપિયા ભરવા લાગતા અને આવા ગ્રાહકોમાં ફફડાટ થતા રાજુલા શહેરમાંથી રૂા.ર કરોડ ર૦ લાખ વસુલ થયેલ છે તેમજ રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી રૂા.૮૦ લાખની રકમ આપેલ છે. વિજ તંત્રના આવા અધિકારીઓની કોઠાસુઝ અને ઝડપભેર બીલ વસુલ કરાવવામાં નાયબ કાર્યપાલક ઈજનેર ચૌહાણ તથા ગ્રામ્ય વિસ્તારના ગામીત અને નિમાના સહિત વિજ સર્કલમાં પ્રસંશનિય કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા તેમજ જાફરાબાદ તાલુકામાં નાયબ કાર્યપાલક ઈજનેર નિમાના તેમજ ટંડેલ સહિતની પીજીવીસીએલની ટીમ દ્વારા બાકીદાર ગ્રાહકો પાસેથી પણ કડક હાથે કામ લેતા સ્થળ પર વસુલી રૂા.૧ કરોડ ૩૯ લાખની કરવામાં આવતા જાફરાબાદ પીજીવીસીએલના તમામ કર્મચારીની પણ પ્રસંશા થઈ રહી છે. અમરેલી જિલ્લાના એકદમ પછાત તાલુકો હોય તો તે છે જાફરાબાદ તાલુકો તેમાંથી વસુલી ૧ કરોડ ૩૯ લાખ ખૂબ જ સરસ કામગીરીને વિજતંત્ર દ્વારા બિરદાવી છે.