ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉનની કડક અમલવારી જાહેરનામાના ભંગ કરનાર કુલ ૫૬ લોકો સામે કડક કાર્યવાહી

1357

આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યું છે. તેવા સમયે આપણી સુરાક્ષા સલામતી માટે પોતાની જાનની પરવા કર્યા વગર દીવસ-રાત જોયા વિના પોલીસ કર્મચારી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. રાજ્યમાં લોકડાઉન જાહેર કરાયું છે. ગીર-સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજયપ્રકાશ દ્વારા જાહેરહીત માટે બહાર પાડેલા જાહેરનામાના કડક અમલવારીના અનુસંધાને સમગ્ર જિલ્લામાં લોકડાઉનનો અમલ સફળ રહ્યો છે. આમ છતા અત્યાર સુધીમાં ગીર-સોમનાથ જિલ્લામાં જાહેરનામાના ભંગ કરનાર કુલ ૫૬ લોકો સામે કેસ નોંધવા પડ્યા છે.

       જિલ્લા પોલીસ વડાશ્રીએ નાગરિકોને અપીલ કરી છે કે, જે સ્થળે આવશ્યક સેવાઅ શરૂ રાખવામાં આવી છે, ત્યાં ભીડભાડ ન કરે આવા સ્થળો ચીજ વસ્તુઓ લેતી વખતે એકબીજાથી ચોક્કસ અંતર રાખવું. લોકો સ્વયંભુ એવું આયોજન કરે જેથી એકસાથે બધા લોકો બજારમાં જરૂરી વસ્તુ લેવા ન નિકળે. ગીર-સોમનાથ જિલ્લામાં સરહદો સીલ કરવામાં આવી છે. ૪૦ થી વધુ ચેકપોસ્ટ રાઉન્ધ ધ ક્લોક શરૂ કરવામાં આવી છે.   લોકડાઉન દરમિયાન નાગરિકોને કોઇપણ મદદની જરૂરીયાત પડે તો ઇમરજન્સી ૧૦૦ નંબર ડાયલ કરે. તેમ ગીર-સોમનાથ જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રીપાઠીએ જણાવ્યું હતું.

                                

Previous articleગોહીલ પરિવારના મોભીને ભાવપુર્વક શ્રદ્ધાંજલી અર્પણ
Next articleભાવનગર જિલ્લા વહીવટી તંત્રનો નવતર પ્રયોગ