બોટાદ જીલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ મનહરભાઈ પંચાળા તેમજ સભ્યો અને પંચાયતના સ્ટાફ દ્રારા રાણપુર માં લોકડાઉન દરમ્યાન ફરજ બજાવતા પોલીસ કર્મચારી તેમજ આરોગ્ય ખાતાના કર્મચારીઓ હાલ અલગ-અલગ વિસ્તારોમાં પોતાની ફરજ નિભાવી કામગીરી કરી રહ્યા છે.તેમને ચા-પાણી-નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.જેમાં બસ સ્ટેન્ડ પાસે ચાર રસ્તે,મોટાપીરના ચોકમાં,માલધારી ચોક,છત્રીપાસે સહીતના વિસ્તારોમાં પોલીસ કર્મચારી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.તેમને ચા-નાસ્તો કરાવી રાણપુર ના સરપંચ મનહરભાઈ પંચાળા દ્રારા ઉમદા કાર્ય કરવામાં આવ્યુ છે…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર