કોરોના વાઇરસ ફેલાવવાના ભય વચ્ચે ભારત સરકાર દ્વારા આવનારી ૧૪ એપ્રિલ સુધી દેશમાં લોકડાઉન જાહેર થયું છે. આવનારા ૨૧ દિવસો સુધી જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ સિવાયના તમામ ધંધા-રોજગાર, ઉધોગો બંધ રહેનાર હોય રોજનું કમાઈ લાવીને રોજ ખાતા લોકો માટે જીવન નિર્વાહ કરવું મુશ્કેલ ન બને એ માટે ઘણી સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે ત્યારે વલ્લભીપુરના લાખણકા ગામે એક સંસ્થાએ ગરીબોને રાશનકીટ પુરી પાડી ઉદાહરણીય પગલું ભર્યું છે.
મૂળ લાખણકા ગામના અને હાલ વલ્લભીપુર રહેતા ક્ષત્રિય કારડીયા સમાજના પૂર્વ પ્રમુખ દીપસંગભાઈ રામસંગભાઈ ચાવડાએ જરૂરિયાતમંદ લોકોને ૧૦૦ રાશન કીટનું વિતરણ કર્યું છે. જેમાં ૧૦ કિલો ઘઉં, ૫ કિલો ચોખા, ૧ કિલો દાળ, ૧ કિલો ખાંડ અને ૧ કિલો મીઠા સહિતનું કરીયાણું સીતારામ ગ્રુપ તરફથી વિતરિત કર્યું હતુ. સ્થાનિકોમાં દીપસંગભાઈ ચાવડાના આ કાર્યની પ્રસંશા થઈ રહી છે.
તસ્વીર ધમૅન્દ્ર સિંહ સોલંકી વલભીપુર