કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ ઝડપાઈ

924
gandhi3132018-5.jpg

ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી કારના કાચ તોડી ચોરીની ઘટનાઓ વધી હતી ત્યારે ગાંધીનગર એસઓજીની ટીમે બાતમીના આધારે અક્ષરધામ પાસેથી બે વ્યક્તિઓને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ બન્ને રીઢા ચોરોએ ગાંધીનગર તેમજ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કારના કાચ તોડી ચોરી કર્યાનું બહાર આવ્યું હતું તેમજ મોંઘી સ્પોર્ટસ સાયકલો પણ ચોરતાં હતા. પોલીસે કુલ ૧.ર૯ લાખ રૃપિયાનો મુદ્દામાલ આ આરોપીઓે પાસેથી કબ્જે કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં મિલકત ચોરીના ગુનાઓમાં વધારો નોંધાતાં જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા એસઓજી પીઆઈ પી.આઈ.સોલંકીને સૂચના આપવામાં આવી હતી. જેને લઈ એસઓજીની ટીમ સક્રિય બની હતી અને પેટ્રોલીંગ શરૃ કરી આવા રીઢા ચોરોને પકડવા દોડધામ શરૃ કરી હતી. દરમ્યાનમાં પીએસઆઈ વી.કે.રાઠોડ અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે અક્ષરધામ પાસે બે ઈસમો શંકાસ્પદ હાલતમાં છે. જેના પગલે કિરણ ઉર્ફે હનુમાન કનુભાઈ પરમાર રહે.ગજાનંદ સોસાયટી, ગીરધરનગર, અમદાવાદ તેમજ બાબુ ઉર્ફે કાલુ કેશનભાઈ ચારણને ઝડપી પાડયા હતા અને તેમની પુછપરછમાં ગાંધીનગર તેમજ અમદાવાદ વિસ્તારમાં કારના કાચ તોડીને થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે ચાર મોબાઈલ, એક ટેબ્લેટ, મંગળસુત્ર, સોનાની ચેન તેમજ છ સ્પોર્ટસ સાયકલો પણ કબ્જે કરી હતી. આ આરોપીઓ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આ મોંઘી સ્પોર્ટસ સાયકલો ચોર્યાનું બહાર આવ્યું હતું. બન્ને આરોપીઓ ભુતકાળમાં પણ ૧૪ જેટલા ચોરીના ગુનાઓમાં પકડાયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમની અટક કરીને સે-ર૧ પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા

Previous articleગાંધીનગરમાં ઉનાળો આકરો બન્યો : તાપમાન ૪૧ ડિગ્રીએ
Next articleડભોડામાં ૧૫૧ કિલો કેક કાપીને હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાશે