સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ તથા શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ ભાવનગર દ્વારા કોરોના વાયરસ ના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં જરૂરિયાત મંદ વ્યક્તિઓને અનાજની કીટ વિતરણ

1666

કુદરતી કે માનવસર્જિત આફતોમાં ભાવનગરની આ સંસ્થાઓ હંમેશા અગ્રેસર રહી છે. ભારત સરકારે કોરોના વાયરસના કારણે ૨૧ દિવસનું lockdown જ્યારે મુકયું છે ત્યારે રોજનું લાવીને રોજનું ભરણ પોષણ કરનારા માણસની મુશ્કેલીઓ વધી છે. સરકારશ્રીએ પણ ચિંતા વ્યક્ત કરી યોગ્ય પગલાં ભર્યા છે, તેમ છતાં ભાવનગર શહેર માં ખરેખર મુશ્કેલી વાળા પરિવાર માટે ઘઉં, ચોખા, તુવેર દાળ, જેવી ચીજવસ્તુઓ સાથે આશરે ૨૦ કિલો જેટલું કરીયાણા કિટના રૂપે 500 કીટ બનાવવાનું કામ સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ તથા શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ ભાવનગર દ્વારા કોરોના વાયરસ ના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં જરૂરિયાત મંદ વ્યક્તિઓને અનાજની કીટ વિતરણ ની તૈયારી કરવામાં આવી છે.

આ કાર્યમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ જી એલ કાકડીયા, રમેશભાઈ મેંદપરા,બીપી જાગાણી, બટુકભાઈ માંગુકિયા,બીપી પટેલ, રમણીકભાઈ મીયાણી ,રસિકભાઈ ઝાલાવાડીયા ,વી ડી પટેલ અને રાજુભાઈ રાબડીયા તેમજ માણીયા સાહેબ , જીગ્નેશભાઈ ગાબાણી ,ગીરીશભાઈ પાચાણી , હાર્દિકભાઈ ઈટાલીયા એ ભારે જહેમત ઉઠાવી છે.

Previous articleકોરોના મહામારી સંદર્ભે સિહોર નાગરિક સહકારી બેંક દ્વારા રૂ. એક લાખનો ચેક મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં અર્પણ
Next articleકોર્પોરેટર રાજુભાઈ રાબડીયા દ્વારા લોકોને બહાર ન નીકળવા માટેની અપીલ કરી