સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હાંસલપુર ગામના જાગૃત સરપંચ શ્રી બ્રિજેશભાઇ પટેલે કોરોનાની મહામારી સામે લડવા માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં એક લાખ રૂપિયાનુ દાન કર્યું સાથે પોતાના ગામના લોકોને મફત સેનિટાઇઝરનુ વિતરણ કરી દાખલો બેસાડ્યો છે.સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી સી.જે.પટેલને મળીને બ્રિજેશભાઇએ એક લાખ રૂપિયાનો ચેક વહિવટીતંત્રને અર્પણ કર્યો હતો. સરપંચશ્રી બ્રિજેશભાઇ પટેલ જણાવે છે કે, વડાપ્રધાનશ્રી અને રાજ્ય સરકાર દ્રારા જ્યારે નોવેલ કોરોના મહામારી સામે પોતાના નાગરીકોને સુરક્ષિત રાખવાની જવાબદારી છે ત્યારે એક નાગરીક તરીકે આપણાથી બનતી બધી જ મદદ આપણે કરવી જોઇએ. સરપંચશ્રી બિજેશભાઇએ પોતાના ગામના લોકો આ સંક્ર્મણથી બચી શકે તે માટે ગામના તમામ ઘરોમાં મફતમાં પોતાના ખર્ચે હેન્ડ સેનિટાઇઝરનુ વિતરણ પણ કર્યું હતું. તેઓ લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે આ વૈશ્વિક આફતમાં દરેક વ્યક્તિએ પોતાનો ફાળો આપવો જોઇએ. આ બીમારીથી બચવા વડાપ્રધાનશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રી દ્રારા કરવામાં આવતી અપીલ સાંભળી લોકોએ ઘરમાં રહી વહીવટી તંત્રની મદદ કરવી જોઇએ.