સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિવિધ સહાય યોજનાઓ શરૃ કરવામાં આવી છે ત્યારે વિકસતી જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની સાથે સાથે ગણવેશ સહાય મળી શકે તે માટેની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં ૨,૪૫,૧૮,૧૦૦ રૃપિયાની સહાય આ યોજના હેઠળ ચૂકવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે વિવિધ સહાય યોજનાઓ બનાવવામાં આવી છે. ત્યારે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિકસતી જાતિના વિદ્યાર્થીઓને યોજનાઓનો લાભ મળી શકે તે માટે દર વર્ષે અરજીઓ મંગાવવામાં આવતી હોય છે. તેનું મુલ્યાંકન કર્યા બાદ સહાય ચુકવવામાં આવતી હોય છે ત્યારે વર્ષ ૨૦૧૭-૧૮માં વિકસતી જાતિના કેટલા વિદ્યાર્થીઓએ ગણવેશ સહાય યોજનાનો લાભ લેવા માટે અરજી કરી હતી તેવો પ્રશ્ન વિધાનસભામાં પુછાયો હતો. જેની સામે મંત્રીએ જણાવ્યું હતું કે, ૯૪૬૦૭ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી હતી. તમામ અરજીઓ મંજુર કરી ૨,૪૫,૧૮,૧૦૦ રૃપિયાની સહાય ચુકવવામાં આવી છે.