લૉકડાઉનનાં પગલાંમાંથી બાકાત રખાયેલી પ્રવૃત્તિઓની યાદી તા. 20 એપ્રિલ, 2020થી અમલમાં આવશે

666

ભારત સરકારે તા. 14 એપ્રિલ, 2020ના રોજ બહાર પાડેલા આદેશ અનુસાર કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ તરફથી દેશમાં કોરોનાવાયરસનો પ્રસાર રોકવા માટે બહાર પાડવામાં આવેલી સુધારેલી સંયુક્ત માર્ગદર્શિકા તા. 3 મે, 2020 સુધી અમલમાં રહેશે. ઉપર દર્શાવેલા આદેશનુ અમલીકરણ કરતાં

ભારત સરકારનાં મંત્રાલયો તથા વિભાગોએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ દેશમાં આ મહામારી રોકવા માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકામાં પણ કોરોના વાયરસની મહામારીના વ્યવસ્થાપન માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. ઓફિસ, કામકાજનાં સ્થળો, ફેક્ટરીઓ અને એકમોમાં સામાજિક અંતરના પાલન માટે સુનિશ્ચિત વ્યવસ્થા પદ્ધતિઓ દર્શાવવામાં આવી છે અને લૉકડાઉનનાં પગલાંના ભંગ બદલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, 2005 તથા ઇન્ડિયન પીનલ કોડ 1860ની સુસંગત કલમો હેઠળ દંડ તથા અન્ય પગલાં સૂચવવામાં આવ્યાં છે.

જનતાની સમસ્યાઓનુ નિવારણ કરવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા જિલ્લા વહિવટી તંત્ર તરફથી પસંદગીની કેટલીક વધારાની પ્રવૃત્તિઓમાં, લૉકડાઉનનાં પગલાં અંગેની વર્તમાન માર્ગદર્શિકાનુ કડક પાલન કરવાની શરતે છૂટ આપવામાં આવશે. આ રાહતો અમલમાં આવે તે પહેલાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા જિલ્લા વહિવટી તંત્રએ બાબતની ખાત્રી રાખવાની રહેશે કે ઓફિસ, કામના સ્થળ, ફેકટરીએ અને એકમોએ તોમના સ્થળે સામાજિક અંતર જળવાય તે બાબતે તથા પોતાના ક્ષેત્ર અનુસાર જરૂરી તૈયારીઓ કરવાની રહેશે.

સુધારેલી સંયુક્ત માર્ગદર્શિકા રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશો અથવા જિલ્લા વહિવટી તંત્રએ જાહેર કરેલા નિયંત્રણ ક્ષેત્ર (કન્ટેઈનમેન્ટ ઝોન)માં લાગુ પડશે નહિં. જો કોઈ નવા વિસ્તારનો આ કેટેગરીમાં ઉમેરો કરવામાં આવે તો તેમાં નિયંત્રણ ક્ષેત્ર (કન્ટેઈનમેન્ટ ઝોન)માં આ વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે ચાલુ રહે તેટલા સમય સુધી  ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માર્ગદર્શિકા મુજબ તે વિસ્તારમાં  ચાલુ રાખવા સૂચવાયેલી કામગીરીઓ સિવાયની કામગિરીઓ મુલતવી રાખવાની રહેશે.

કેન્દ્ર સરકારના ગૃહ વિભાગે  તમામ મંત્રાલયો અને વિભાગોને તેમજ રાજ્યો તથા કેન્દ્ર સાશિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે સુધારેલી સૂચિત માર્ગરેખાઓનો ચૂસ્ત અમલ કરવામાં આવે.

Previous articleગૃહ મંત્રાલયની સુધારેલી એકત્રિત માર્ગદર્શિકા
Next articleકોરોના મહામારીના સમયમાં પોસ્ટ વિભાગની પ્રશંસનીય કમગીરી