ગોપાલાનંદ સ્વામીએ લોકોના કષ્ટ નિવારવા કષ્ટભંજન દેવ હનુમાનજીની સ્થાપના કરેલી

1250

બરવાળા તાલુકાના સાળંગપુર મુકામે આવેલ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની સ્થાપના સવંત ૧૯૦પ આસો વદ પાંચમના રોજ સદગુરૂ ગોપાળાનંદ સ્વામી મહારાજે સ્થાપના કરી હતી. ગોપાળાનંદ સ્વામિએ સંસારના લોકોના કષ્ટો તેમજ દુઃખોના નિવારણ માટે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની સ્થાપના કરવામાં આવી હતી. દાદાના ચરણોમાં આવતા દુઃખી ભકતોના દુઃખો કષ્ટભંજન દુર કરે છે. શારિરીક, માનસિક, વ્યાધી- ઉપાધી, ભુતપ્રેતનું દાદાના દૃશન કરવાથી નિદાન થઈ જાય છે. દાદાના દર્શનાર્થે શનિવાર તેમજ પુનમના દિવસે દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં ભાવિક ભકતોની માનવ મહેરામણ ઉમટીયો છે. 
સદગુરૂ ગોપાળાનંદ સ્વામી હરહંમેશા પોતાની સાથે લાકડી રાખતા હતા તે લાકડી આજ પણ પ્રસાદીના રૂપમાં હયાત છે તે લાકડી પવિત્ર અને મહાન માનવામાં આવે છે. અને જળાભીષેક થયેલ જળ ભકતોને પ્રસાદીમાં આપવામાં આવે છે. આ પ્રસાદીના જળથી ભકતોના દરેક રોગોનું નિરાકરણ થઈ જાય છે. 
કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે મારૂતી યજ્ઞ, કષ્ટભજન દેવનો થાળ અન્નકુટ, શ્રીફળ, તેલ ચડાવવું, વસ્ત્ર અર્પણ, ધ્વજા ચડાવવું, તેમજ હનુમાન જયંતિ, કષ્ટભંજન દેવનો પાટોત્સવ જેવા ઉત્સવો ખુબ ધામધૂમ પુર્વક લાખો ભાવિક ભકતોની ઉપસ્થિતિમાં જ ઉજવવામાં આવે છે. 
કષ્ટભંજન દાદાના દર્શને આવેલા ભાવિક ભકતોના સંકલ્પો, મનોરથો અને દુઃખોનું નિરાકરણ આવવાથી ભકતો ધન્યતા અનુભુતિ કરે છે. 
ગોપાળાનંદ સ્વામીની ચરણથી પાવન બળદગાડુ ખુબ જ પવિત્ર છે. ભગવાન પોતે આ બળદગાડી ઉપર બેસીને ચલાવતા હતાં. તેની એક વિશેષતા છે કે કોઈ પણ વ્યકિત આ બળદગાડાની નીચે બેસીને સાચા મનથી ધ્યાન, ભજન કહેતો તમામ નકારાત્મક શકિત દુર થઈ જાય છે. 
ભગવાન સ્વામિનારાયણ જયારે સાળંગપુર પધારતા હતાં. ત્યારે નારાયણ કુંડમાં સ્નાન કરતા હતા જેવી તેને પ્રસાદી સ્થળ તરીકે માનવામાં આવે છે. આજ પણ દાદાના પાઠમાં બેસનાર લોકોને આ કુંડમાં સ્નાન કરી પવિત્ર કરવામાં આવે છે. 
મંદિર ખાતે પ્રસાદીનો કુવો છે. જે પીતળની ધાતુથી ઢાંકવામાં આવ્યો છે. જેના પવિત્ર જળથી હનુમાનજી દાદને દૈનિક સ્નાનાભિષેક કરવામાં આવે છે. 
મંદિર દ્વારા ગૌશાળા ચલાવવામાં આવે છે. ગૌશાળાની ગાયોની દુધથી દાદાને ભોગ તરીકે અર્પણ કરવામાં આવે છે. 
મંદિર ખાતે આવનાર ભાવિક ભકતો દર્શનાર્થીઓને સવાર, બપોર અને સાંજ મફતમાં સાત્વીક ભોજન પ્રસાદી આપવામાં આવે છે. 
હનુમાનજી મંદિર દ્વારા આયુર્વેદ ઉપચાર કેન્દ્ર ચલાવવામાં આવે છે. દર્શને આવતા ભકતોને આયુર્વેદિક ઉપચાર કરવામાં આવે છે. 
મંદિર દ્વારા સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવ ભારતીય સંસ્કૃતિ અનુસાર આયોજન કરવામાં આવે છે. 
– ગંભીરસિંહ ભાડલીયા

Previous articleગ્રામ્ય વિસ્તારોમાં સંયુક્ત દરોની જોગવાઈ ન હોવાથી મિલક્તનો ખર્ચ શહેર કરતા વધુ
Next articleભુરખીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાશે