બુબાવાવ ગામેથી ૯ જુગારીઓ પાસેથી રોકડા ૫૨૪૦ રૂપિયા તથા ગુંદા ગામેથી રોકડા ૧૧,૪૫૦ રૂપિયા સાથે આઠ જુગારીઓ ને ઝડપી પાડતી રાણપુર પોલીસ
રાણપુર પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.સી.સગર તથા રાણપુર પોલીસ સ્ટાફ તા.૨૧/૫/૨૦૨૦ ના રોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે બુબાવાવ ગામે કાનાકડી શેરીમા જાહેરમાં દિપાભાઇ બાબુભાઇ ઓળકીયાના ઘરની સામે કેટલાક ઇસમો ગંજીપાના ના પાનાવડે હારજીત નો જુગાર રમે છે જે બાતમી ને આધારે પોલીસે રેઇડ કરતા નવ ઇસમો જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા જેમાં (૧) દોલુભા ફતુભા પરમાર (૨) સંજયભાઇ મનજીભાઇ પાનસણીયા (૩) દીલીપભાઇ કાનજીભાઇ ઓળકીયા (૪) ધીરૂભાઇ ઠાકરશીભાઇ શીયાળ (૫) દાનાભાઇ ડાયાભાઇ શીયાળ (૬) મુકેશભાઇ ધીરૂભાઇ પાનસણીયા (૭) હરજીભાઇ લધુભાઇ ભડાણીયા (૮) દિપકભાઇ બાબુભાઇ ઓળકીયા તમામ રહે.બુબાવાવ તા.રાણપુર જી.બોટાદ તથા (૯) કુમારભાઇ હેમુભાઇ રૂદાતલા રહે.સમઢીયાળા નં.૧, તા.જી.બોટાદ વાળાને રોકડ રૂપિયા ૫૨૪૦ સાથે ઝડપી પાડેલ અને આગળની વધુ તપાસ ASI આઇ.જી.મોરી ચલાવી રહ્યા છે..
જ્યારે તા.૨૧-૨૨/૫/૨૦૨૦ ના રોજ રાત્રીના સમયે રાણપુર પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.સી.સગર તથા રાણપુર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન બાતમી મળેલ કે ગુંદા ગામે ગોઘાવાટાના કાચા રસ્તે ગામના છેવાડે વિનુભાઇ બીજલભાઇ પગીના ઘર ની પાછળ લાઇટના અજવાળે જાહેરમાં કેટલાક ઇસમો ગંજીપાના ના પાનાવડે હારજીત નો જુગાર રમે છે જે બાતમી ને આધારે ત્યાં રેઇડ કરતા રાણપુર પોલીસના હાથે ૮ જુગારીઓ ઝડપાઈ ગયા હતા જેમાં (૧) રાજુભાઇ અનકભાઇ ખાચર (૨) મનસુખભાઇ અરજણભાઇ રાણવા (૩) જગુભાઇ અનકભાઇ ખાચર (૪) વિનુભાઇ બીજલભાઇ ઉખરેડીયા (૫) ગોરધનભાઇ ખીમાભાઇ રાણવા (૬) નાગજીભાઇ માધાભાઇ રાણવા (૭) રસીકભાઇ પ્રેમજીભાઇ ઉખરેડીયા (૮) હરેશભાઇ શાંતુભાઇ ખાચર તમામ રહે.ગુંદા તા.રાણપુર જી.બોટાદ ને રોકડા રૂપિયા ૧૧,૪૫૦ સાથે ઝડપાઈ ગયેલ અને આગળની વધુ તપાસ ASI આઇ.જી.મોરી ચલાવી રહ્યા છે.આમ રાણપુર પોલીસ ટીમ દ્વારા લોકડાઉન ના સમયગાળા દરમ્યાન રાણપુર તાલુકાના બુબાવાવ ગામેથી રોકડ રૂપિયા ૫૨૪૦ સાથે નવ જુગારીઓ તથા ગુંદા ગામેથી રોકડ રૂપિયા ૧૧,૪૫૦ સાથે આઠ જુગારીઓને ને ઝડપી પાડી જુગારધાર-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી સોશીયલ ડીસ્ટન્સ નહીં જાળવવાનો તથા લોકડાઉન ના જાહેરનામા ભંગની અલગથી કાર્યવાહી કરવામાં આવેલ છે