રાજુલા તાલુકાના ડોળીયા ગામના તેજસ્વી વિદ્યાર્થીનું મોરગીં નજીક બાઈક સ્લીપ થતા કરૂણમોત એક ગંભીર મોડળથી મોરગી વચ્ચે ખરાબ રોડે આશાસ્પદ યુવાનનો ભોગ લીધો રાજુલાના ડોળીયા ગામના આશાસ્પદ વિદ્યાર્થી મિત્રો વિશાળ હીમતભાઈ દેવરા અને ભાવેશ નકુમ આહીર આ બન્ને વિદ્યાર્થી મિત્રો ડોળીયાથી મોરગી ગામે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા જતા હોય પણ મોડળ ગામથી મોરગીનો રોડ અતિ બિસ્માર હોવાને નાતે બન્ને વિદ્યાર્થી મિત્રોનું મોટર સયકલ સ્લીપ થઈ જતા મોટર સાયકલ ખાળીયામાં જતા વિશાલભાઈ હીમતભાઈ દેવરા બાબર ઉ.વ.૧૮ અને ભાવેશભાઈ નકુમને ગંભીર ઈજાઓ થતા ૧૦૮ દ્વારા પ્રથમ મહુવા અને ત્યારબાદ રીફર થઈ ભાવનગર હોસ્પિટલમાં દાખલ થયેલ વિદ્યાર્થી વિશાલભાઈ હીમતભાઈ દેવરાનું મોત થવા પામેલ અને ગંભીર હાલતે તેના મીત્ર ભાવેશભાઈ નકુમને મહુવા હનુમંત હોસ્પિટલે સારવાર હેઠળ છે.