ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં તા.૨૧/૦૫/૨૦૨૦ થી “તીડ” ના ઝુંડના આક્રમણ થયા
હોવાના અહેવાલ મળી આવેલ હતા. જેને ધ્યાને લેતા તા.૨૨/૦૫/૨૦૨૦ ના રોજ ભાવનગર જિલ્લાના
ભાવનગર,વલ્લભીપુર,ઉમરાળા,શિહોર,તાલુકાના ગામોમાં તાલુકાની સર્વે ટીમોને સુચના આપવામાં આવેલ
કે “તીડ” ઝુંડ પર સતત નિરીક્ષણ કરવામાં આવે તેમજ તીડના ઝુંડનુ રાત્રી રોકાણનુ લોકેશન તાલુકા
કક્ષાએથી અકત્રીત કરી લેવામાં આવ્યુ જેના આધારે ભાવનગર તાલુકાનુ શેઢાવદર ગામ ઉમરાળા તાલુકાનુ
લંગાળા,અને હડમતાળા,શિહોર તાલુકાનુ ભડલી ગામ અને વલ્લભીપુર તાલુકાના વાવડી અને દુધાધાર
ગામે તીડના ઝુંડના રાત્રી રોકાણ થયેલ હોવાના અહેવાલ મળેલ જેને ધ્યાને લેતા તમામ લોકેશન પર
ફાયર વિભાગના વાહન સ્થળ પર દવાના છંટ્કાવ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
અત્રેથી વિવિધ અધિકારીઓની ટીમ તેયાર કરી દરેક નિયત કરેલ લોકેશન પર ક્લોરોફાયરીફોસ દવા
પહોચતી થાય તે પ્રકારનુ આયોજન કરી લેવામાં આવેલ અને રાત્રીના ૦૧:૦૦ કલાક સુધીમાં તમામ
લોકેશનના ગામો પર દવા પહોચાડવામાં આવેલ. અને નક્કિ કરેલ સમય પર તમામ સ્થળ પર રાત્રીના
૦૪:૦૦ કલાકથી સવારના ૦૭:૦૦ કલાક સુધી તીડના ઝુડ પર છંટકાવ કરવામાં આવેલ ભાવનગરના
શેઢાવદર ખાતે માન. કલેકટરશ્રી ભાવનગર ,માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તેમજ તાલુકાના
અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓની તેમજ ગામના આગેવાનો હાજરીમાં દવાનો છંટકાવ કરવામા આવ્યો
હતો.