લોક ડાઉન ની વચ્ચે લોકો કંટાળી જાય છે ઘરમાં ને ઘરમાં કે શુ કરવું ટીવી જોવે,બાળકો સાથે મોજ મજા મસ્તી,જમવાનું શીખે, મોબાઈલ મચકોડે પરંતુ ઉપરોક્ત મહીસાગર જિલ્લા ના લુણાવાડા નું થોરિયા પરિવાર લોકડાઉન માં કૃષ્ણમય બન્યું છે
સોશ્યલ ડિસ્ટન્સ સાથે દરરોજ આ ઘરે પોતાના જ પરિવાર ના ૪ સભ્યો અને નાનકડી નટખટ હિરવા દીકરી સાથે શ્રીમદ ભાગવત કથા નું પારાયણ જગદીશભાઈ થોરિયા ના સ્વમુખે થાય છે વામન અવતાર,કૃષ્ણ જન્મોત્સવ,કૃષ્ણ લીલા ઘરમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉજવાય છે નાનકડો કાનુડો હિરવા ખૂબ જ આકર્ષણ ઉભું કરે છે ઘરનાં સભ્યો માં જ્યોતિકાબેન ,દીકરો રવિ થોરિયા, વહુ શીતલ થોરિયા અને ઢીંગલી ખૂબ જ પ્રેમભાવ અને ઉષ્મા ભર્યું જીવન જીવે છે