ઘોઘા દરિયાકિનારે આવેલ પીરાને પીર દસ્તગીર ના ચિલ્લા ના ખાતે વર્ષ પરંપરાગત રીતે યોજાતા રમજાન ઇદ અને વાસી ઇદ ના મેળા નું આ વર્ષે કોરોના ની મહામારી ના કારણે સરકારશ્રી ની ગાઇડલાઇન મુજબ દરગાહ પર મેળા નું કોઈપણ આયોજન રાખવામાં આવેલ નથી,તેમજ નાના મોટા સ્ટોલ કરી ને ધંધો કરવા આવતા ધંધાર્થીઓ એ પણ એકઠા થવું નહિ એવી દરેક ધર્મ ના લોકો ને જાહેર અપીલ દરગાહ ના ખાદીમ અને ટ્રસ્ટી મહેમુદ મિયાં બાપૂ દ્વારા કરવામાં આવી હતી અને જો કોઈ રમઝાનઇદ અથવા વાસીઇદ આ બે દિવસે જો કોઈ અહીંયા એકઠા થશે અને કોઈ કાર્યવાહી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેમની પોતાની રહેશે,દરગાહ ના ટ્રસ્ટી ની કોઈ જવાબદારી રહેશે નહિ એવું જાહેર કરવામાં આવ્યું હતું