ખારાકુવા ભારત ભર મા માછલી ના સપ્લાય માટે મહત્વ નો મત્સ્ય ઉદ્યોગ માનો એક એકમ છે દુનિયા ભર મા કોરોના ની મહામારી ચાલી રહી છે જેના કારણે દુનિયા ની સાથે ભારત દેશ મા પણ લોકડાઉન ની કડક અમલવાળી થઈ રહી છે જેના પરિણામે રોજગાર ઉપર માઠી અસર પડી છે અને જેમ જેમ લોકડાઉન ના દિવસો આગળ વધી રહયા છે તેમ તેમ અનેક વેપાર અને વેપારીઓ ની કફોડી હાલત સામે આવી રહી છે જેમાં વેરાવળ ખારાકુવા ના વેપારીઓ પણ સામેલ છે આ બાબતે ખારાકુવા એસોસિએશન ના પ્રમુખ રફીક ભાઈ મોલના અને ઉપપ્રમુખ ભગવનભાઈ સાથે રૂબરૂ માં વાત કરતા તેઓ એ જણાવેલ હતું કે ખારકુવા મા 400 જેટલા વેપારી છે જે માછલી નું છૂટક વેપાર કરે છે અને ભારત ના વિવિધ રાજ્યો જેમકે મહારાષ્ટ્ર. અમદાવાદ. બીલીમોરા. નવસારી. બરોડા. સુરત.હાવડા. સહિત ના રાજ્યો મા ટ્રક મારફત પ્રતિ દિવસ 15 જેટલા ટ્રકો મા રોજ ટનો ના હિસાબે માછલી નો નિકાસ કારવામાં આવે છે જેથી આ સેત્ર મા જોડાયેલા વેપારીઓ થી લઈ ને મજુર માણસો સુધી ને રોજગાર મળી રહે છે પણ લોકડાઉન ની સ્થિતિ મા આ વેપાર બંધ થતાં વેપારી અને ખારાકુવા થી જોડાયેલા તમામ લોકો ની આર્થિક સ્થિતિ કફોડી બનવા પામી છે પણ હાલ લોકડાઉન મા થોડી છુટ છાટ મળતા આ વેપાર ફરી શરૂ કરવા પ્રમુખ રફીકભાઈ મોલના દ્વારા પ્રયત્નો હાથ ધરાયા છે પણ નિકાસી સેત્રો મા લોકડાઉન નું અસર અને માછલી ના અભાવ ના કારણે રોજગાર ને ફરી ચાલુ કરવા ખારકુવા ના વેપારી ઓ ને ભારે મુશ્કેલી ઓ નો સામનો કરવો પડી રહયો છે આ સાથે મત્સ્ય ઉધોગો મા નુ ખારાકુવા પણ એક એકમ છે જે દેશ ભરમાં માછલી સપ્લાય કરે છે અને હજારો લોકો ને રોજગાર પુરૂ પાડે છે અને હાલ આ વેપાર બંધ છે જેથી મજૂરો અને વેપારીઓ ની હાલત અતિ કફોડી બની છે
હાજી પંજા દ્વારા વેરાવળ