સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી સી.જે. પટેલે હિંમતનગરના તાલુકાના કાંકરોલ, અડપોદરા અને જોડ મહેરૂ કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તેમજ આ વિસ્તારોમાં આપવામાં આવતી સુવિધાની સમિક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
હિંમતનગરના તાલુકાના કાંકરોલ, અડપોદરા અને જોડ મહેરૂ કોરોનાના કેસ સામે આવતા આ ગામ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન હેઠળ આવરી લેવાયા છે. આ વિસ્તારોની જિલ્લા સમાહર્તાશ્રી સી.જે. પટેલે મુલાકાત કરી હતી તેમજ નાગરીકોને પડતી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી તેમજ આ વિસ્તારના લોકોના ઘરોની મુલાકત દરમિયાન સ્થાનિકોને આરોગ્ય વિભાગના હાઉસ ટુ હાઉસ સરવેમાં સહકાર આપવા અપીલ કરી હતી. તેમજ આ વિસ્તારોમાં બિન જરૂરી અવર-જવર ના કરવા લોકોને જણાવ્યું હતું. કન્ટેઇનમેન્ટ ઝોનમાં કોરોના સંક્ર્મણના ફેલાવો રોકવા કરવામાં આવતી પ્રવૃતિઓ,ઉકાળા વિતરણ તેમજ મેડિકલ સર્વે ટીમની કામગીરીનો રીવ્યુ કર્યો હતો.તેમજ આ કન્ટેઇનમેન્ટ ઝોનના અવર-જવર રજીસ્ટરને ચેક કર્યું હતું. વધુમાં જિલ્લા સમાહર્તા દ્રારા કન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારના લોકોને પોતાના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અને તેનો ઉપયોગ કરવા તેમજ આયુષ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ દિન-ચર્યા અપનાવવા અનુરોધ કર્યો હતો.સાથે જે લોકો સ્માર્ટ ફોન નથી વાપરતા તે લોકોએ ટોલ ફ્રી ૧૯૨૧ પર મીસ કોલ આરોગ્ય વિષયક માહિતી મેળવવા માર્ગદર્શન આપ્યું હતું. આ વિસ્તારમાં લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી સી.જે. પટેલે સબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું, સાથો સાથ આ વિસ્તારમાં ફરજીયાત માસ્ક અને અન્ય લોકાના અવર-જવર પર પ્રતિબંધને તેમજ લોકડાઉન દરમિયાન ઘરની બહાર નહીં નીકળવા સાથે સોશ્યિલ ડિસ્ટ્રન્સિંગનું ખાસ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી.
આ મુલાકત દરમિયાન હિંમતનગર પ્રાંત અધિકારીશ્રી યતિનભાઇ ચૌધરી, તાલુકા વહિવટી તંત્ર અને આરોગ્ય અધિકારીઓ, કર્મિઓ ઉપસ્થિત રહ્યા હતા.