કોરોના-લોકડાઉનને કારણે શ્રમિકોની ઘરવાપસીથી ઉદ્યોગ-ધંધા ‘લકવાગ્રસ્ત’ થઇ ગયાઃ શ્રમિકો વગર કામ કેમ શરૂ કરવું? ઉદ્યોગોને ચિંતાઃ
પરપ્રાંતિય મજૂરો તેમના વતનભેગા થઈ જતાં હવે સિહોરમાં ઉદ્યોગો શરુ કરવામાં મોટી મુશ્કેલી આવી રહી છે. લોકડાઉન ખૂલી જાય તો પણ યુપી, બિહાર અને ઓડિશાના મજૂરો પાછા ના આવે ત્યાં સુધી ઉદ્યોગો તેમની પૂર્ણ ક્ષમતાથી ધમધમતા કરવા મુશ્કેલ છે.પરપ્રાંતિય મજૂરો તેમના વતનભેગા થઈ જતાં હવે સિહોરમાં ઉદ્યોગો શરુ કરવામાં મોટી મુશ્કેલી આવી રહી છે. લોકડાઉન ખૂલી જાય તો પણ યુપી, બિહાર અને ઓડિશાના મજૂરો પાછા ના આવે ત્યાં સુધી ઉદ્યોગો તેમની પૂર્ણ ક્ષમતાથી ધમધમતા કરવા મુશ્કેલ છે. પોતાના વતન ગયેલા મજૂરો ચોમાસામાં ખેતીમાં લાગી જશે, અને તેમનું પાછા આવવું ઓર મુશ્કેલ બનશે. આ સ્થિતિમાં ઉદ્યોગકારો માની રહ્યા છે કે, હવે દિવાળી પછી જ પ્રોડક્શનની ગાડી પાટે ચઢી શકે તેમ છે. સિહોરની ઈન્ડસ્ટ્રીમાં હજારોની સંખ્યામાં પરપ્રાંતિય કામદારો કામ કરે છે. જેમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જતા રહ્યા છે, અને જે બચ્યા છે તે પણ અહીં રહેવા નથી માગતા.
બીજા રાજ્યોમાંથી આવેલા લોકો અહીં રોલિંગ મિલો કે બીજા ઘણા ઉદ્યોગો, મજૂરી કામ સાથે સંકળાયેલા લોકો છે. આ લોકોનો પરિવાર તેમની જન્મભુમિ તેમના રાજ્યમાં છે ત્યારે વતન જઈ રહેલા લોકોના મનમાં હાશકારો હતો પરંતુ તેમના મોં પર મજબૂરીનો પડછાયો પણ હતો. કારણ કે, સિહોરમાં તેમને મળી રહેતો રોટલો કદાચ પોતાના રાજ્યમાં નહીં મળે.લોકડાઉનમાં કામધંધા ઠપ્પ થઈ જવાથી સિહોર રોલિંગ મિલો સહિત અન્ય ઉદ્યોગકારોને કરોડોનું નુક્સાન કરી રહી છે. જોકે, લોકડાઉન ખૂલી જાય ત્યારબાદ પણ પરપ્રાંતિય કામદારોની ગેરહાજરીમાં વેપાર-ધંધા ચલાવવા જરાય સરળ નહીં હોય.પોતાના વતન ગયેલા મજૂરો ચોમાસામાં ખેતીમાં લાગી જશે, અને તેમનું પાછા આવવું ઓર મુશ્કેલ બનશે. આ સ્થિતિમાં ઉદ્યોગકારો માની રહ્યા છે કે, હવે દિવાળી પછી જ પ્રોડક્શનની ગાડી પાટે ચઢી શકે તેમ છે.
સંદીપ રાઠોડ રિપોર્ટર, સિહોર
મો. 9427777382
મો. 9427777382